________________
[૨૪]
પ્રતિષ્ઠાને અહેવાલ શ્રી મેતીલાલ વીરચંદ શાહને પત્ર આ દરમ્યાન, પેઢીના સ્થાનિક પ્રતિનિધિ, માલેગામનિવાસી શ્રીયુત મોતીલાલ વીરચંદ શાહે, ગિરિરાજ ઉપર દાદાની ટ્રકમાં ચાલતા જીર્ણોદ્ધારના કામથી તીર્થની શોભામાં કે વધારે થવાનું છે, એ અંગેની પોતાની લાગણી વ્યક્ત કરતે પત્ર, પાલીતાણુથી, તા. ૨૮-૧૨-૬૪ ના રોજ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિ, શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી ઉપર લખ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે–
“શ્રી દાદાની ટૂંકમાં જીર્ણોદ્ધારનું બધું કામ જોયું. ખૂબ આનંદ થયે. આ જીર્ણોદ્વાર પૂર્ણ થયા પછી, અને ખાસ કરીને શ્રી દાદાની ટૂંકનું કામ થયા પછી, ઉપરનો કાયાપલટ થઈ જશે એમાં મને જરાયે શંકા નથી. સમાજમાં સારાં કામોને વિરોધ આવે છે (કરવામાં આવે છે), એ કમનસીબી છે, પરંતુ આપને બધાને હિંમત રાખી આ કામ પૂરું કરવું જ જોઈએ, એ માટે ખાસ અભિપ્રાય છે. ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓ પણ જોઈ. દાદાની ટૂંકમાં જ બેસારી શકાશે તેવી જગ્યાઓ પણ છે, તે સ્થાને પણ જોયાં. અને પેઢીની મીટીંગમાં આપણે જે વિચાર કર્યો તે બિલકુલ બરાબર છે, એવી મારી ખાતરી થઈ છે. અને હવે બધા પૂ. આચાર્યો પાસે જવાની જવાબદારી આપે મારા શિરે નાખી છે તે મુલાકાતમાં જીર્ણોદ્ધારની વાત પણ બધા પૂ. આચાર્ય મહારાજ સાહેબને સમજાવીશ.”
ચાર આચાર્ય મહારાજના અભિપ્રાય ? આ પ્રમાણે એકંદરે વાતાવરણ સાનુકૂળ થતું જતું હતું, છતાં આ તીર્થમાં થતી આશાતનાને ટાળવાના અને એની શોભાને વધારવાના આ કાર્યમાં શ્રીસંઘને પૂરેપૂરો વિશ્વાસ બેસે અને રહીસહી શંકાનું પણ નિરાકરણ થઈ જાય એ રીતે પેઢીને સંચાલકે ખૂબ ધીરજથી આ કામ કરવા માગતા હતા. એટલે આ બાબતમાં સલાહ અને આજ્ઞા આપવા માટે (૧) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજને (તા. ૨૬-૩-૬૫ ના રોજ), (૨) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને (તા. ૩-૩-૬૫ ના રેજ), (૩) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણસાગરસૂરીશ્વરજી મહારાજને (તા. ૧૩-૫-૬૫ ના રેજ), અને (૪) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને (તા. ૬-૨-૬૫ ના રોજ )એ રીતે ચાર આચાર્ય મહારાજેને પેઢીએ પત્ર લખીને વિનતિ કરી હતી. આ પત્રના જવાબે પેઢીએ કરવા ધારેલ ઉત્થાપન અને જીર્ણોદ્ધારના કાર્યનું સમર્થન કરતા આવ્યા હતા, જે આ પ્રમાણે છે
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજે ગિરધરનગર, અમદાવાદથી, તા. ૨૮-૩-૬૫ના રોજ આ પત્રને જવાબ આપતાં લખ્યું હતું કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org