________________
પ્રતિષ્ઠા: મહત્સવની પૂર્વભૂમિકા
[૧૯] ધારણ અપનાવીને, આકરાં કે અણગમતાં લાગે એવાં જરૂરી પગલાં ભરતાં ખમચાયા ન હોય એવા પણ કેટલાક પ્રસંગ બન્યા છે.
આપણા શ્રીસંઘમાં, જેન સંઘના અન્ય ફિરકાઓમાં તેમ જ અન્યત્ર પણ પેઢીની જે નામના અને પ્રતિષ્ઠા છે, તે એના સંચાલકોની નિષ્ઠાભરી કાર્યવાહી અને સ્વચ્છ વહીવટ માટેના આગ્રહને કારણે જ છે, એ સ્પષ્ટ છે.
એટલે જ્યારે પેઢીએ, દાદાની ટ્રકમાંથી ઉત્થાપન કરેલ જિનપ્રતિમાઓને, એ જ ટૂંકમાં બંધાવવામાં આવેલ બાવન જિનાલયવાળા નૂતન જિનપ્રાસાદમાં તથા અન્યત્ર પ્રતિષ્ઠિત કરવાનો મહોત્સવ ઊજવવાની જાહેરાત કરી ત્યારે, સમસ્ત શ્રીસંઘે એને અનેરા ઉલાસથી વધાવી લીધી; અને એ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમંગથી ભાગ લઈને એને ઐતિહાસિક, ચિરસ્મરણીય અને સફળ બનાવ્યું.
ત્યારે હવે એ મહત્સવની પૂર્વભૂમિકા તથા એ અપૂર્વ મહોત્સવની ઉજવણીની મહત્વની વિગતેથી માહિતગાર થઈ પાવન થઈએ.
પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વભૂમિકા :
જિનપ્રતિમાઓનું ઉત્થાપન ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર, દાદાની મોટી ટ્રકમાં, આશરે સાડા ચાર વર્ષ બાદ, મહાન પ્રતિષ્ઠા કરવાને પ્રસંગ આવ્યો હતો તે, આ કારણે આ ટ્રકમાંની પાંચસે કરતાં પણ વધુ જિનપ્રતિમાઓનું, બાર વર્ષ પહેલાં, ઉસ્થાપન કરીને એમને બીજા સ્થાનમાં પણદાખલ પધરાવવામાં આવી હતી. અને એ પ્રતિમાઓની દાદાની ટૂંકમાં જ, સમુચિત સ્થાને, પુનઃપ્રતિષ્ઠા કરવાની પેઢી તરફથી, ઉત્થાપનના અરસામાં જ, જાહેરાત કરીને, શ્રીસંઘને આશ્વાસન આપવામાં આવ્યું હતું.
ઉત્થાપનની જરૂર દાદાની ટ્રકમાં જુદે જુદે સ્થાને બિરાજમાન કરવામાં આવેલ આ પ્રતિમાજીઓનું, ધર્મની દૃષ્ટિએ તથા શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ—એમ બને દૃષ્ટિએ, ઉસ્થાપન કરવાની જરૂર હતી. ગિરિરાજ ઉપર, અને તે પણ દાદાની ટ્રકમાં જ, દેરાસર કે દેરી ચણાવવાને, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org