________________
[૧૮]
પ્રતિષ્ઠાને અહેવાલ શ્રીસંઘનાં હિતેની સાચવણી કરવાનું અને અહિંસા-અમારિની ભાવનાને પ્રોત્સાહન આપવાનું છે. પણ આ માટે જ્યારે એને રાજસત્તાની સાથે કે જૈન સંઘના બીજા ફિરકા સાથે (મોટે ભાગે દિગંબર સંઘ સાથે) સંઘર્ષમાં ઊતરવું પડે એ પ્રસંગ ઊભે થાય છે ત્યારે, પોતાના સંઘની દુભાયેલી કે ઉગ્ર બનેલી લાગણીઓને ન્યાય આપીને તથા નિયંત્રણમાં રાખીને, એવા આળા પ્રશ્નોનો નિકાલ કરવામાં પેઢીના મોવડીઓએ ખૂબ સાવધાની અને શાણપણથી કામ લેવું પડે છે. પેઢીને લાંબા સમયના કારોબારમાં આવા અટપટા પ્રસંગે તે અનેક વાર આવ્યા છે, અને એમાંના મોટા ભાગના પ્રસંગે એણે સારી રીતે ઉકેલ્યા છે.
તીર્થરક્ષા, જીર્ણોદ્ધાર તથા તીર્થોના હક્કોના રક્ષણ જેવાં મોટાં અને અટપટાં કામે ઉપરાંત અપંગ અને ઘરડાં ઢેરેની માવજત, માછલાંની રક્ષા, ચકલાંને ચણ, પારેવાને જાર, નમાયાં બકરાં-ઘેટાંને દૂધ, કૂતરાને રોટલા જેવા દેખીતી રીતે નાનાં અને સહેલાં છતાં અહિંસા-અમારિ-પ્રવર્તનની દષ્ટિએ મહત્વનાં કહી શકાય એવાં કામે પણ પેઢીના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. મૂંગા ઢોરની રક્ષા માટે ભાવનગર રાજ્ય પેઢીને પિતાનું છાપરિયાળી ગામ, એની સીમ સાથે, ભેટ આપ્યું છે એટલે પેઢીએ ખેડૂતોને તગાવી આપવી પડે છે, અને મહેસૂલ પણ વસૂલ કરવું પડે છે. વળી, તીર્થોનાં યાત્રિકોને પૂજાસેવાની, ઊતરવા-રહેવાની તથા ભાતા-જમવાની સંતોષકારક સગવડ મળી રહે એ માટે પણ પેઢી પૂરેપૂરું ધ્યાન આપે છે. આ ઉપરથી સમજી શકાય છે કે, પેઢીનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે.
શ્રીસંઘને વિશ્વાસ આવી બધી જવાબદારીઓને સારી રીતે પૂરી કરીને પેઢીએ આપણું સંઘને એટલે બધે વિશ્વાસ સંપાદન કર્યો છે કે, જેથી કઈ કઈ વ્યક્તિએ પિતાનું વસિયતનામું પેઢીની તરફેણમાં કરી આપ્યું હોય એવા પણ દાખલા બન્યા છે.
વળી, ભાવિક જનેએ પેઢી હસ્તકનાં જુદાં જુદાં તીર્થસ્થાન અને દેવમંદિરોમાં તેમ જ બીજા જુદાં જુદાં ખાતાંઓમાં ભેટ આપેલ દ્રવ્ય બધું છેવટે પેઢીમાં એકત્ર થાય છે અને પેઢીનું ગણાય છે. એટલે એ બધા ધનની બરાબર સાચવણી થતી રહે, એનું રોકાણ સુરક્ષિત રીતે થતું રહે અને કઈ પણ ખાતાના ધનને જોખમ ન નડે તેમ જ પિતાના હિસાબે અને નાણુવ્યવહાર બિલકુલ વ્યવસ્થિત અને સ્વરછ રહે, એ માટે પેઢી ખૂબ તકેદારી રાખે છે, જે બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી છે. અને કયારેક કઈક ખાતા માટે, કેઈક વ્યક્તિને કારણે, જોખમ ઊભું થયું હોય તે, એવા ધર્મસંકટ જેવા વખતે પણ, પેઢીના સંચાલકે, મારા-પરાયાપણાના પક્ષપાતમાં પડ્યા વગર, ન્યાયનીતિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org