________________
[૨૦]
પ્રતિષ્ઠાને અહેવાલ એ ન થઈ શકે તો છેવટે જ્યાં જગ્યા મળે ત્યાં એકાદ નાનું-મોટું જિનબિંબ પધરાવવાને મહિમા જૈન સંઘમાં ઘણે છે. એટલે સેંકડો ભાવિક ભાઈ એ-બહેનોએ, શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને, પિતાના આત્માનું કલ્યાણ કરવા માટે, દાદાની ટૂંકમાં, જ્યાં જ્યાં ખાલી જગ્યા દેખાઈ ત્યાં, જિનબિંબને પધરાવવાનો લહાવો લીધો હતો. આ રીતે એમણે પ્રતિમાજીઓને પ્રતિષ્ઠિત કર્યાનો સંતોષ અને આનંદ તો મેળવ્યો, પણ, એમ કરવા જતાં, શિલ્પશાસ્ત્રની ઉપેક્ષા થતી હતી અને પ્રભુ-પ્રતિમાઓની આશાતના થયા કરે. એવી સ્થિતિ સર્જાવા પામી હતી, એ વાતને કેઈને ખ્યાલ ન રહ્યો. પરિણામે મોટી ટૂંકમાં, આ રીતે, જુદી જુદી જગ્યાએ પાંચસો કરતાં પણ વધારે પ્રતિમાજીએ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી.
શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી હસ્તકનાં અન્ય તીર્થસ્થાનના (તેમ જ પેઢીના વહીવટ બહારનાં પણ આબુજી જેવાં સંખ્યાબંધ તીર્થસ્થાનના) જીર્ણોદ્ધારની જેમ, ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની દાદાની ટ્રકને જીર્ણોદ્ધાર કરીને એ જાજવલ્યમાન તીર્થને વધારે ભવ્ય અને શોભાયમાન કરવાનો નિર્ણય પેઢીના સંચાલકોએ, સને ૧૯૬૨ની સાલમાં, કર્યો હતો અને એ કામની શરૂઆત પણ એ જ અરસામાં કરવામાં આવી હતી. આ જીર્ણોદ્ધારમાં મોટી ટ્રકનાં પાંચ પ્રવેશદ્વારેને–રામ પિળ, સગાળ પોળ, વાઘણ પિળ, હાથી પોળ તથા રતન પિળના દરવાજાઓને-આ મહિમાવંતા તીર્થને અનુરૂપ, રાજદરબારની ડેલીઓ જેવા આલીશાન, કળાના નમૂના સમા અને સુંદર, સુકુમાર અને સજીવ કારણીથી યુક્ત ઊભા કરવાની પણ યોજના હતી; અને એ કામ કેવું સુંદર બન્યું છે, એને ખ્યાલ એ પાંચે પ્રવેશદ્વારને નિહાળતાં જ આવી જાય છે.
મટી ટ્રકના આ જીર્ણોદ્ધાર દરમ્યાન દાદાના દેરાસરની આસપાસ પણ કેટલાક ફેરફાર કરવો જરૂરી હતો. આ ફેરફારમાં સૌથી મોટું કામ, વાસ્તુવિદ્યાનાં શાસ્ત્રીય વિધાનની ઉપેક્ષા કરીને તેમ જ આશાતના થાય એ રીતે, મંદિરના કણપીઠ તથા મંડોવરની આસપાસ તેમ જ અન્ય સ્થાનોમાં, જુદે જુદે સમયે, પધરાવવામાં આવેલ સેંકડો જિનપતિમાઓનું ઉત્થાપન કરીને એમને અન્ય સ્થળે ફરી બિરાજમાન કરવાનું હતું. શ્રીસંઘની લાગણીની દષ્ટિએ આ કામ ઘણું આળું, અટપટું અને બહુ જ સમજપૂર્વક કરવું પડે એવું હતું, જેથી કામ સારી રીતે પાર પડે અને છતાં શ્રીસંઘમાં કેઈની પણ લાગણીને ઠેસ ન પહોંચે. પેઢીના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ આ બાબતની ગંભીરતા બરાબર સમજતા હતા. અને તેથી તેઓએ આ પ્રસંગે અગાઉથી જ પૂરેપૂરી તકેદારી રાખી હતી અને આ કાર્યથી શ્રીસંઘમાં વિક્ષેપ જાગવા ન પામે એવાં સાવચેતીના પગલાં પણ પહેલેથી જ લીધાં હતાં.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org