________________
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
[૧૫] પ્રાચીન માની શકાય. આ રીતે અઢી વર્ષ જેટલી જૂની પેઢીની કાર્યશક્તિને સમયને ઘસારો ન લાગે અને ઊલટું, સમયના વહેવા સાથે, એ વધુ કાર્યક્ષમ બનતી રહે અને પિતાના કાર્યક્ષેત્રનો પણ ઉત્તરોત્તર વિકાસ કરતી રહે, એ બીના એ વાતને સ્પષ્ટ
ખ્યાલ આપે છે કે, એના પાયામાં શ્રીસંઘની ભાવનાનાં અને સંચાલકોની કર્તવ્યનિષ્ઠાનાં કેવાં ખમીરદાર ખાતર-પાણી સિંચાતાં રહ્યાં છે!
અમદાવાદ શ્રીસંઘની કામગીરી એક રીતે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે, અમદાવાદના શ્રીસંઘે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ સંભાળી લીધા પછી, એ બાબતમાં એને પીછેહઠ કરવાનો ક્યારેય અવસર આવ્યો નથી; આજે પણ આ તીર્થનો વહીવટ અમદાવાદના શ્રીસંઘના મેવડીએ જ સંભાળે છે. કારણ કે, આશરે એકાદ સિકા પહેલાં (સને ૧૮૮૦ની સાલમાં), પેઢીનું પહેલું બંધારણ ઘડાયું ત્યારથી તે છેક આજ સુધી, બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, પેઢીને બધો વહીવટી કારોબાર, અમદાવાદના શ્રીસંઘમાંથી પસંદ કરવામાં આવેલ, નવ વહીવટદાર ટ્રસ્ટીઓ જ ચલાવે છે. જેમ ગિરિરાજ શ્રી શત્રુંજયની આવી એકધારી વિકાસશીલતા પેઢી માટે ગૌરવરૂપ છે, તેમ પેઢીના સંચાલન માટેની અમદાવાદના મોવડીઓની સતત ચિંતા અને અખંડિત કામગીરી અમદાવાદના શ્રીસંઘને માટે પણ ગૌરવરૂપ બની રહે એવી છે.
પઢીનું બંધારણ પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં, દેશભરના સંઘના પ્રતિનિધિઓને નિમંત્રણ આપીને, અમદાવાદમાં, નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈના અધ્યક્ષપદે ઘડવામાં આવ્યું હતું. એમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને એમના વારસાએ બનાવેલી શ્રીસંઘની તથા શ્રી શત્રુંજય તીર્થની સેવા પ્રત્યે શ્રીસંઘની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા માટે, પેઢીનું પ્રમુખપદ એમના વારસ જ શોભાવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પેઢીના પ્રમુખ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રમુખ ગણાય છે, તેથી આ પદ વિશેષ ગૌરવભર્યું લેખાય છે. આ બંધારણમાં, ૩૨ વર્ષ બાદ, સને ૧૯૧૨માં, નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈના પ્રમુખપદે, કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા; પણ એ વખતે પણ પેઢીનું એટલે કે સકળ શ્રીસંઘનું પ્રમુખપદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજને આપવાની આ કલમ ચાલુ રાખવામાં આવી હતી.
પેઢીના બંધારણમાં છેલ્લે છેલ્લે સને ૧૯ત્ની સાલમાં ફેરફાર કરીને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપણું નીચે, નિયમાવલી ઘડવામાં આવી ત્યારે, પ્રમુખપદ અંગેની કલમમાં પણ ફેરફાર કરવામાં આવ્યું છે. આ ફેરફાર પ્રમાણે હવે પેઢીનું પ્રમુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org