________________
[૧૨]
પ્રતિષ્ઠાને અહેવાલ શ્રીસંઘને ગુનેગાર ગણાશે. આ નિર્ણયની શ્રીસંઘને જાણ કરવા માટે દાદાની ટ્રકમાં એ સંબંધી એક શિલાલેખ પણ લગાડવામાં આવ્યું હતું, જે અત્યારે પણ મોજૂદ છે, અને એની છબી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
શ્રીસંઘે કરેલ આ ઠરાવને લીધે હાથી પિળમાં, દાદાના જિનપ્રાસાદની આસપાસ, નવાં દેરાસરે કે દેરીઓ બંધાતાં તે અટકી ગયાં, પણ દાદાની ટૂકમાં જિનબિંબ પધરાવવાની શ્રીસંઘની ભક્તિએ ન માર્ગ લીધે; અને એને લીધે દાદાની ટૂંકમાં, પ્રાચીન સ્થાપત્યકળાના એક ઉત્તમ નમૂનારૂપ દાદાના વિશાળ અને ઉત્તગ જિનપ્રાસાદની આસપાસ તથા બીજે, જ્યાં જ્યાં જિનપ્રતિમા પધરાવી શકાય એવી ખાલી જગ્યા દેખાઈ ત્યાં, શિલ્પશાસ્ત્રના નિયમોને, જિનબિંબ પધરાવવાના વિધાનને કે આશાતનાને વિશેષ વિચાર કર્યા વગર, ઠેર ઠેર, જુદા જુદા સમયે, સેંકડો જિનપ્રતિમાઓ પધરાવવામાં આવી. આમ થવાને લીધે દાદાની ટ્રકમાં જિનપ્રતિમાઓની સંખ્યામાં સારે એવે વધારે થયે અને ભાવિક ભક્તોને ગિરિરાજ ઉપર અને તે પણ દાદાની ટ્રકમાં જિનબિંબ પધરાવ્યાને સંતોષ પણ મળે. પણ એથી મુખ્ય દેરાસર તથા અન્ય સ્થાનેને પણ ઉત્તમ કટિની પ્રાચીન શિલ્પકલાનો વૈભવ ઢંકાઈ ગયે; અને, યાત્રિકના જાણતાં-અજાણતાં, પ્રભુપ્રતિમાની આશાતના થઈ જાય એવી સ્થિતિનું સર્જન થયું તે વધારામાં.
- નિરંતર થતી આ આશાતનાને ટાળવી હોય, જિનપ્રાસાદની ઢંકાઈ ગયેલી શિલ્પસમૃદ્ધિને અને ભવ્યતાને ફરી પ્રગટ કરવી હોય અને શિલ્પશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હોય તે, જેમ ઠીક લાગ્યું તેમ પધરાવી દેવામાં આવેલ આ પાંચસો કરતાં પણ વધુ સંખ્યામાં જિનબિંબનું ત્યાંથી ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે, એ જરૂરી હતું.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર શ્રી દાદાની ટૂંકમાં, શ્રેષ્ઠી કર્માશાએ વિ. સં. ૧૫૮૭માં કરાવેલ સેળમાં જીર્ણોદ્ધાર પછી આશરે સાડાચાર વર્ષ બાદ, ગયા વર્ષે (વિ. સં. ૨૦૩રના માહ મહિનામાં), નૂતન બાવન જિનાલયવાળા જિનપ્રાસાદને પ્રતિષ્ઠા-મહત્સવ શાનદાર રીતે ઊજવાયે, એ પુણ્ય-અવસરનું બીજ આ વિચારમાં રહેલું હતું. અને એ વિચારનો અમલ કરીને ટ્રકને આશાતનાથી મુક્ત અને વિશેષ શોભાયમાન કરવાની જવાબદારી, આશરે અઢીસો જેટલાં વર્ષથી, આ તીર્થને વહીવટ સફળ રીતે સંભાળી રહેલ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પૂરી કરવાની હતી. અને આ પ્રતિષ્ઠા-મહોત્સવની વિગતે ઉપરથી એ સ્પષ્ટ રૂપે જાણ શકાય છે કે, પેઢીએ આ જવાબદારી ખૂબ સફળ અને યશસ્વી રીતે નિભાવી જાણીને પિતાના મહિમા અને ગૌરવમાં વધારે કર્યો હતે.
ત્યારે, આપણું સંઘની શોભા અને કાર્યશક્તિના પ્રતીકરૂપ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને એની કામગીરીની કેટલીક વિગતેથી પરિચિત થઈ એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org