________________
[૧૦]
પ્રતિષ્ઠાને અહેવાલ પણ અઢી વર્ષ કે એના કરતાં પણ કંઈક વધુ સમય થશે. આ ફરમાનની વિગતો તપાસતાં એક નવાઈ ઉપજાવે એવી ઘટના તે એ બની હતી કે અમદાવાદમાં તબીબીપુરામાં) શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય અને મનહર જિનાલયને, વિ. સં. ૧૭૦૨ માં(સને ૧૯૪૬માં) ખંડિત કરાવીને અને એમાં ગાયને વધ કરાવીને અભડાવીને એને મસ્જિદમાં ફેરવાવી નાખનાર તે વખતના ગુજરાતના સૂબા ખુદ શાહજાદા ઔરંગઝેબે પણ, બાદશાહ બન્યા પછી, શ્રી શત્રુંજય તીર્થનું ફરમાન, વિ. સં. ૧૭૧૫ના અરસામાં, જૈન સંઘની વતી, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને આપ્યું હતું! મંદિર ખંડિત થયા પછી, બેએક વર્ષ બાદ, શ્રી શાંતિદાસ ઝવેરીએ, આ દુર્ઘટના બાબત દિલ્લીમાં, બાદશાહ શાહજહાં સમક્ષ ફરિયાદ કરી, ત્યારે બાદશાહ શાહજહાંએ, શાહજાદા ઔરંગઝેબની બદલી કરી નાખીને અને રાજ્યના ખર્ચે મંદિરને સમું કરાવીને એ શ્રી શાંતિદાસ શેઠને સુપરત કરવાનું ફરમાન કર્યું હતું, પણ કમનસીબે, એ જિનમંદિર ફરી પ્રતિષ્ઠિત ન થયું અને જૈનસંઘને અને ખાસ કરીને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનો પ્રભાવ સૂચવતી એક ગૌરવભરી કથા સદાને માટે કાળના ગર્ભમાં લુપ્ત થઈ ગઈ ! અત્યારે માત્ર ખાલી વેરાન જમીન જ ત્યાં પડી છે.
વળી, જ્યાં શ્રી શત્રુંજયને પહાડ આવેલો છે, તે પાલીતાણાના પરગણું ઉપર ગેહિલ વંશની હકૂમતની શરૂઆત પણ આ અરસામાં જ થઈ હતી—એ વખતે એની ગાદી પાલીતાણામાં નહીં પણ ગારિયાધારમાં હતી. આ વંશના રાજવી ગોહેલ કાંધાજી સાથે, શ્રી શત્રુંજય તીર્થના પાને લગતે સૌથી પહેલ કરાર, વિ. સં. ૧૭૦૭ની સાલમાં, જૈન સંઘની વતી, અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા શેઠ શ્રી રતન અને સુરા એ નામના બે ભાઈઓએ જ કર્યો હતો. આ ઉપરથી પણ જોઈ શકાય છે કે શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ ઝવેરી, એમના સમયમાં, જેન સંઘના કેટલા મોટા પ્રભાવશાળી પુરુષ હતા. વિશેષ આનંદ અને ગૌરવ ઉપજાવે એવી હકીકત તો એ છે કે, એમના પગલે પગલે, એમના વંશજો પણ જૈન શાસનની સેવા અને શ્રી શત્રુંજય તીર્થની સાચવણું કરતા રહ્યા છે. તાજેતરમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને પ્રમુખપદેથી, અરધી સદી જેટલા લાંબા સમયની ભારે સફળ અને યશનામી કારર્કિદી બાદ, નિવૃત્ત થયેલા શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈ પણ આ પરંપરાના જ જૈન સંઘના અગ્રણી છે.
ગિરિરાજની અદ્દભુત વિકાસકથા આ ત્રીજા તબક્કા દરમ્યાન શ્રી શત્રુંજય તીર્થને જે વિકાસ થયે તે, જેમ ખૂબ ત્વરિત છે તેમ, ઘણો વ્યાપક પણ છે. આ વિકાસનું સમગ્રપણે અવલોકન કરીને, એનું અતિ સંક્ષેપમાં વર્ણન કરવું હોય તે, એમ કહેવું જોઈએ કે શ્રી શત્રુંજયના પર્વતનું બીજુ શિખર આઠ ટૂકેનાં સંખ્યાબંધ જિનમંદિરેથી સુશોભિત બન્યું અને કંતાસરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org