________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય
[૯] કર્માશાએ, ભારે હિંમત દાખવીને, વિ. સં. ૧૫૮૭ માં, આ તીર્થને ૧૬ જીર્ણોદ્ધાર કરાવ્યું. આ મહાતીર્થના જીર્ણોદ્ધારની પરંપરામાં મંત્રીશ્વર કર્માશાહે કરાવેલ સળગે જીર્ણોદ્ધાર એ અત્યાર સુધી છેલા જીર્ણોદ્ધાર તરીકે નોંધાયો છે. આ ઉદ્ધાર કંઈક એવા શુભ ચોઘડિયે અને એવા મજબૂત પાયા ઉપર થયેલ છે કે જેથી, એ પછી, તીર્થ ઉપર આવી પડેલી કેઈ આપત્તિના કારણે કે સમયના ઘસારાને લીધે, તીર્થની સાચવણી માટે ઉદ્ધાર કરવાની જરૂર નથી પડી. આ પછીની વિગતો કંઈક એવી આહલાદકારી કથા સંભળાવે છે કે, જેથી જાણી શકાય છે કે, આ ઉદ્ધાર પછી આ તીર્થ ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રભાવશાળી બનતું રહ્યું છે. આ ગૌરવકથાને સમય તે આ તીર્થની વિકાસકથાનો ત્રીજો તબક્કો.
આ ત્રીજો તબક્કો મંત્રી કમશાના ઉદ્ધાર પછીથી એટલે કે વિક્રમના સોળમાં સિકાના અંત ભાગથી, શરૂ થઈને વર્તમાન સમય સુધીની આશરે સાડાચારસે વરસની ઘટનાઓને આવરી લે છે. તેમાંય વિકમની સત્તરમી સદી તે જૈન શાસનની પ્રભાવનાની દષ્ટિએ તેમ જ શ્રી શત્રુંજય તીર્થના મહિમાની અભિવૃદ્ધિની દષ્ટિએ-એમ બન્ને દષ્ટિએ, જૈન સંસ્કૃતિના ઈતિહાસમાં સેનેરી અક્ષરથી અંકિત થાય એવી હતી. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને એમના શિષ્ય-પ્રશિષ્યોના તથા આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી આદિના ઉપદેશ અને પ્રભાવથી પ્રેરાઈને ભારત સમ્રાટ અકબરશાહ, જહાંગીર અને શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબે, અહિંસા-અમારિપ્રવર્તન જેવાં અનેક ધર્મકાર્યો કરવા ઉપરાંત, શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હક્કો જેન સંઘને અર્પણ કર્યાનાં શાહી ફરમાને પણ આ અરસામાં જ લખી આપ્યાં હતાં.
નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી અમદાવાદના જૈન સંઘે આ અરસામાં જ સંભાળી લીધી હતી. અને વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અમદાવાદના નગરશેઠ શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ સહસકરણ ઝવેરી જૈન સંઘના રાજ્યમાન્ય અને પ્રજામાન્ય એવા સમર્થ સુકાની હતા. તેઓ ઘણુ બાહોશ હતા અને દિલ્લીના દરબારમાં એમનું ઘણું માન હતું. સમ્રાટ જહાંગીર તો એમને મામા જ કહેતો હતો. એટલે જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીને કે જૈન સંઘને મળેલ શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હક્કોનાં ફરમાનોની જાળવણી કરવાની અને એને અમલ થતે જોવાની જવાબદારી, સ્વાભાવિક રીતે જ, શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરી ઉપર આવી પડી હતી. અને સમય જતાં છેવટે એ કાર્ય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સુવ્યસ્થિતપણે સંભાળી લીધું હતું, એ વાતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org