________________
પરિશિષ્ટ : ૩ અખબારોની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ
[૧૫૭] है। उनकी दूरदर्शिता, सुझबूझ, समन्वयवादी विचारधारा ने इस कार्यक्रम में अनोखी सुवास पैदा की । उनकी धीरता ने सारे विरोध को शान्त कर दिया। इस समारोह के अवसर पर श्री कस्तूरभाई का सार्वजनिक अभिनन्दन पालीताना के नजरबाग में किया गया। इस अवसर पर एक विशाल समारोह में पालीताना जैन संघ व सारे भारत के यात्रिजों की ओर से अभिनन्दन-पत्र भेट किये गये।
જિનસંદેશ” (પ્રાક્ષિક), મુંબઈ, તા. ૧૫-૩-૭૬ મહા સુદ સાતમ, દિનાંક સાતમી ફેબ્રુઆરી ઓગણીસે તેરના શનિવારના રોજ : સવારના નવ કલાક છત્રીસ મિનિટ અને ચેપન સેંકડે, ધરતીથી સોળસે જેટલા ફૂટની ઊંચાઈએ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિ ઉપરના નૂતન જિનપ્રાસાદમાં, ગગન ગજવી મૂકતાં ઘંટારવ, થાળીનાદ, પડઘમ અને બ્યુગલનાદ તેમ જ છે પુણ્યાહુ પુણ્યાતું, પીયનના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે અને પૂજ્ય આચાર્યાદિ શ્રમણ ભગવંતે અને પૂજ્ય સાધ્વીજી ભગવંતની પુનિત સાક્ષીએ, જિનવર પ્રેમીઓએ ૫૦૪ જિનપ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા કરતાં શ્રી શત્રુંજયના સોનેરી ઇતિહાસમાં એક નવું રૂપેરી પ્રકરણ લખાયું છે.
આ પળે ગિરિરાજના એક એક પથ્થર પર પ્રભુભક્તોની ભીડ જામી હતી. નૂતન જિનપ્રાસાદ અને દાદાની ટ્રકમાં હકડેઠઠ મેદની જામી હતી. જિનપ્રાસાદના રંગમંડપમાં સર્વ પૂજ્ય આચાર્યો આદિ પૂજ્ય શ્રમણે પણ દાદાની ટ્રકમાં બિરાજમાન હતા અને ત્યાં પધારાવવાની પ્રતિમાજીઓની વિધિ કરી રહ્યા હતા.
પૂજ્ય સાધ્વીજી મહારાજે નૂતન જિનપ્રાસાદની અગાસી પર બિરાજમાન થઈ પ્રતિષ્ઠાવિધિનાં સૂત્ર રચાર કરી રહ્યાં હતાં. તે સૌને જોઈને લાગતું હતું કે જાણે ગગનની તારિકાઓ અત્યારે વહેલી સવારે ધરતી પર આવીને બેસી ગઈ છે!
એક તો ધરતીથી ખૂબ ઊંચે. ગગનની છાયા. વસંતનો મલયાનિલ. સવારને હુંફાળો તડકે. ઉપર નજર કરે તે, ધરતીની શ્વેત-શીતળ તારિકાઓ. નજીકથી જુઓ ત, શાંતિના પ્રતીક સમા પૂજ્ય શ્રમણ ભગવંતે. આજુબાજુ જ્યાં નજર નાંખે ત્યાં ભગવાનને પધરાવવાને ઊછળ ઉલ્લાસ. પૂજાનાં કપડામાં ઊભાં રહેલાં શ્રાવક-શ્રાવિકાઓ અને વાતાવરણમાં સતત પવિત્ર ચમત્કારિક મંત્રની ગુંજ અને અનુગુંજ.
ઘડીઆળને ફરતે કાંટે ચપ્પન સેકન્ડ પર આવ્યું અને ગગનભેદી મંત્રોચ્ચાર સાથે ભાવિકોએ અક્ષત ઉછાળીને ભગવાનની ગાદીનશીન-પળને વધાવી લીધી. જિનાલયના ઘંટ ધણધણી ઊઠયા. થાળીઓ ધણધણી ઊઠી. મુંબઈ જૈન સ્વયં સેવક મંડળ (મુંબઈ)ના બેન્ડ વિભાગના ઉત્સાહી યુવાનેએ વિવિધ વાજિત્રેથી સૂરીલી સ્તવના કરી.
જેઓ આ પ્રસંગે હાજર ન હતા તેવા ઘણાં જિનપ્રેમીઓએ પિતાનાં ગામનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org