________________
૧૫૮]
પ્રતિષ્ઠાને અહેવાલ દેરાસરમાં ઘંટનાદ , ઘરોમાં થાળીનાદ કર્યો. કેટલેક સ્થળે સ્નાત્રપૂજા ભવાઈ અનેક સ્થળોએ ઘણાંએ એકબીજાનાં મોં મીઠાં ર્યા અને કરાવ્યાં.
શેઠશ્રી કસ્તુરભાઈનું સન્માન આ બધા જ પુણ્ય કાર્યક્રમમાં યાત્રિકેએ સારો એ લાભ લીધે હતા. પરંતુ મેદનીનું, માનવમહેરામણનું મનહર અને મનભર દશ્ય તે છઠ્ઠી ફેબ્રુઆરીએ રાતે નજરબાગના મંડપમાં જોવા મળ્યું હતું. મંડપની તસુએ તસુ જમીન યાત્રિકેથી ભરાઈ ગઈ હતી. મેદનીને ધસારો એટલો હતો કે પડદાની વાડ ખોલી નાંખવી પડી હતી. છતાંય ઘણાને ઊભા રહેવું પડયું હતું. - છઠ્ઠી ફેબ્રુઆરીની રાતે પાલીતાણું શ્રીસંઘ તરફથી શેઠશ્રી કસ્તુરભાઈનું સન્માન કરાયું હતું અને તેમને “તીર્થરક્ષક સંઘરત્ન”ની પદવીથી વિભૂષિત કરાયા હતા. અનેકવિધ કામનું દબાણ, વિરોધના વંટળની સ્વસ્થ ચિંતા અને વયેવૃદ્ધ થયા છતાં, આ પ્રસંગે, ગુણગ્રાહી શેઠે પિતાના રૂડા પ્રવચનમાં નાના-મેટા, નામી-અનામી, અનેકનાં નામ લઈને પ્રતિષ્ઠા પ્રસંગ સફળ બનાવવા માટે તેમને હાર્દિક આભાર માન્યો.
અત્રે યાદ રહે કે, શેઠશ્રીને અભિનંદન આપવાનો સમારંભ ગણતરીના જ કલાકમાં જાયો હતો. છેક છેલ્લી ઘડી સુધી સૌને એમ હતું કે, શેઠ પિતાના સન્માન માટે મંજૂરી નહિ આપે. આથી જ કદાચ તેમની જાણ બહાર બધું આયોજન કરાયું હતું. બધી તૈયારી થઈ ગયા બાદ તેમને જાણ કરાઈ હતી. શેઠે સૌનું-સૌની લાગણીનું માન રાખ્યું તેથી સોનામાં સુગંધ મહેંકી હતી !
ભાવના ફળી એક ભાઈ છેલલા ચારેક દાયકાથી ભોંયણી તીર્થની પૂનમ કરે. તેમને ભગવાન શ્રી મલ્લિનાથ સ્વામી પર અપૂર્વ અને અતૂટ શ્રદ્ધા. તેમણે ફેર્મ ભર્યા. પછી રોજ સતત તે પ્રાર્થના કરે કે મને ભગવાન શ્રી મલ્લિનાથજીની પ્રતિમાજી પધરાવવાની મળે તે મારું જીવન ધન્ય ધન્ય બની જાય. આ બાજુ તેમની અંતરની ભાવના અને ઝંખનાના જાપ ચાલુ હતા, ત્યાં અમદાવાદમાં એક પછી એક ચિઠ્ઠીઓ ઊપડવા માંડી અને આ ભોયણીભક્તની ભાવના ફળી. તેમના નામની ચિઠ્ઠી એ જ ભગવાનનાં પ્રતિમાજીની નીકળી કે જેમનું તે રાતદિવસ સતત રટણ કરતા હતા !
ભાગ્ય અને ભાવનાનો આ સુભગ સંયોગ બીજા બે કિસ્સામાં થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. એક ભાઈ અદમ્ય રીતે ઝંખતા હતા કે પિતાને શ્રી મુનિસુવ્રત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org