________________
પરિશિષ્ટ ૩: અખખારાની નજરે પ્રતિષ્ઠા-મહેાત્સવ
ગુજરાત મિત્ર, સુરત; તા. ૭–૨–૭૬
આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસ`ગે આજે શત્રુંજયની તળેટીમાં આવેલા તીર્થધામ પાલીતાણામાં દેશભરમાંથી ઊમટેલા જૈન ભાવિકાએ એક ભવ્ય જળયાત્રા યાજી હતી, જેમાં આ પ્રતિષ્ઠા કરાવનાર જૈનાચાર્ય શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સહિત જૈન સાધુસાધ્વીઓના મોટા સમુદાય જોડાયા હતા. લગભગ દોઢ કિલામીટર લાંબી આ નગરયાત્રા નજરખાગ ખાતેથી શરૂ થઈ શહેરમાં ફરી હતી. આ જળયાત્રામાં રંગબેરગી ધજાપતાકાએથી શણગારાયલા પાંચ (૪) હાથીઓ, છ ટૂંકા, ચાર (૩) રથા સહિત સંખ્યાબંધ સ્તવન મંડળીઓ જોડાઈ હતી; જ્યારે સૌરાષ્ટ્રના પ્રણાલિગત દાંડિયારાસ લેતી બહેનેાએ ભારે રમઝટ લાવી હતી. રસ્તાની બન્ને બાજુએ ઊભી રહેલી વિરાટ જનમેદનીએ આ રથયાત્રાનાં દર્શન કર્યાં હતાં.
[ ૧૫૧ ]
પ્રભાત, અમદાવાદ, તા. ૮–૨–૭૬
લગભગ સવાનવના સુમાર હતા, પૂજાનાં વસ્ત્ર પરિધાન કરેલ જૈન ભાવિક શ્રીપુરુષો આ નૂતન જિનાલય તરફ ઊમટી રહ્યાં હતાં. પ્રતિમાઓની પ્રતિષ્ઠાએના પ્રતિષ્ઠાનના લહાવા પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી અનેલા પરિવારોના આનંદની તેા કાઈ સીમા નહાતી. ભાવ અને ભક્તિ નીતરતી આંખેાથી એમને ફાળે આવેલ તીર્થંકરની પ્રતિમાના પ્રતિષ્ઠાન માટે આતુર થઈને એ મુકરર થયેલ પળની ઇંતેજારી કરી રહ્યા હતા.
મુખ્ય દેરાસર અને એને ફરતાં બાવન દેરાંનાં શિખરો પર ધ્વજારાપણના વિધિ પણ પ્રતિષ્ઠાનની સાથે સાથે થનાર હોઈ ને પ્રત્યેક શિખરના ધ્વજદડ સમીપ જૈન સ્ત્રીપુરુષ પૂજાનાં વસ્ત્રો પરિધાન કરીને આદેશની રાહ જોતાં ઊભાં હતાં. અને અંતે પ્રતિછાની ઘેાષણા થઈ. ઘંટનાદથી અને ‘પુણ્યાહ.......પ્રિયન્તાં’ના ઘાષ-પ્રતિઘાષથી સમગ્ર વાતાવરણુ ગાજતુ` થયુ`. આદીશ્વર ભગવાનના જય જયકારના હજારો કોના ઉદ્ઘાષની સાથે અક્ષતની અંજલિઓ અપાઈ. પ્રત્યેક ભાવિક કાઈ અનેાખી ધન્યતા અનુભવતા ગદ્ગદિત થયેલા નજરે ચઢળ્યા. આમ ભારે શાનદાર રીતે સમગ્ર પ્રતિષ્ઠાને પ્રસ`ગ ઊજવાયા. ધમ અને કલાના સુભગ સમન્વય માનવીને ઊધ્વગામી ખનાવે છે એવી અનુભૂતિ આ જિનાલયાનાં દનથી થઈ આવી.
આ મહાત્સવમાં ભાગ લેવા માટે દૂર દૂરના વિસ્તારામાંથી આવેલાં હજારો યાત્રિકાએ અને જૈન સમાજના અગ્રણીઓએ ગઈ કાલે રાત્રે પાલોતાણા ખાતે શેઠશ્રી કસ્તુરભાઈનુ એક વિશાળ સમારંભ યાજીને બહુમાન કર્યું હતું.
ગઈ કાલે મારે રથયાત્રા પછી સમગ્ર પાલીતાણા શહેરના વાતાવરણમાં ઉત્સાહનું પૂર ઊમટ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org