________________
[૧૫]
પ્રતિષ્ઠાને અહેવાલ પાલીતાણું તળેટી વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ ધર્મશાળાઓ વીજળીદીવાની ભાતીગળ રેશનીથી ઝળહળતી હતી. ઊભા રસ્તે વીજળીદીવાનાં તારણે અજવાળું રેલાવતાં રસ્તાને ભાવતાં હતાં. અને નાનકડા એવા પાલીતાણું ગામમાં એકસામટા ઊતરી આવેલા વીસથી પચીસ હજાર જેટલા યાત્રીઓને કારણે જાણે માનવમહેરામણ ઘૂઘવતે ન હોય એવું દશ્ય ખડું થતું હતું.
આ પ્રતિષ્ઠા મહોત્સવનું એક ઉજજ્વળ પાસું ઊડીને આંખે વળગે તેવું એ હતું કે, હજારોની સંખ્યામાં યાત્રિકે એકત્ર થયા હતા, છતાં ક્યાંય અવ્યવસ્થા નહતી.
જયહિંદ, અમદાવાદ અને રાજકેટ આજે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રથયાત્રાનો વરઘોડો શહેરમાં ફર્યો હતો. ચાર હાથી, દશ ઘોડા, પચાસ મેટરો અને જૈન યુવક-યુવતીઓની સંગીત મંડળીઓ આ રથયાત્રામાં જોડાઈ હતી. દૂરથી પગયાત્રા કરીને આવેલાં આશરે આઠસે સાધુમહારાજે તથા સાધ્વીજી મહારાજ તેમ જ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના આગેવાને જોડાયાં હતાં. ભારતના જુદા જુદા પ્રાન્તમાંથી આવેલાં હજારે જે સ્ત્રી-પુરુષોએ રથયાત્રાના વરઘોડામાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપર ભારતભરમાંથી આવનાર યાત્રિકો માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી રહેવાજમવા વગેરેની સુંદર સગવડ રાખવામાં આવી છે. દરરોજ દશથી પંદર હજાર માણસોની જમવાની વ્યવસ્થા રખાઈ છે. (અમદાવાદ, તા. –૨–૭૬; રાજકોટ, તા. ૮-૨-૭૬).
જેનોના પ્રખ્યાત તીર્થધામ શત્રુંજયમાં સવારે ૯-૩૦ વાગે મૂળનાયક ભગવાન શ્રી ઋષભદેવની સ્થાપના જૈનાચાર્ય શ્રીમદ . પૂજ્ય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે યોજાઈ હતી. આ પ્રતિષ્ઠા-પ્રસંગ મહોત્સવમાં સકળ સંઘે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શ્રાવક-શ્રાવિકાઓએ પણ સારી સંખ્યામાં હાજરી આપી હતી. નકરા પ્રથાથી સામાન્ય જનતાને પણ ભગવાન પધરાવવાને પ્રથમ વાર લાભ મળ્યો હતો. ૫૦૪ પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે ત્રીસેક હજાર લોકોએ હાજરી આપી હતી, અને દેશભરમાંથી હજારે જૈન ભાઈએ પધાર્યા હતા. (અમદાવાદ, તા. ૨-૭૬; રાજકોટ, તા. ૮-૨-૭૬)
સૌરાષ્ટ્ર સમાચાર, ભાવનગર ધર્મશ્રદ્ધાળુ શ્વેતામ્બર દેરાવાસી જૈનોના વડા તીર્થધામ શત્રુંજય ઉપર સાડાચારસો વર્ષ પછી ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવને મહાપ્રસંગ આવેલ હોઈ અહીં શત્રુંજયની છાયા આજે જેનાથી ઊભરાઈ ગઈ છે, આનંદવિભેર બની પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવી રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org