________________
૧૪૦].
પ્રતિષ્ઠાને અહેવાલ તીર્થોદ્ધાર-નદીષ્ણ દીર્ઘદ્રષ્ટા !
દાદાની ટૂંકમાં સાડાચાર વર્ષે આ પ્રતિષ્ઠાને પ્રસંગ જૈન શાસનને સાંપડ્યો છે. આજથી દસ-બાર વર્ષ પહેલાં જેમણે દાદાની ટૂક નિહાળી છે, તે સારી રીતે જાણે છે કે તે વખતે દાદાની ટૂંકનાં દેરાસરની આસપાસ જુદે જુદે ઠેકાણે પ્રતિમાજી ભગવંતે પ્રતિછિત હતાં અને શિખરનું પ્રાચીન શિલ્પ દબાયું હતુ. આપની દૃષ્ટિ પ્રાચીન શિલ્પને નીરખવા ઉત્સુક બની અને આપે આજે તે શિલ્પને જગત સમક્ષ યથાવત્ રજૂ કર્યું છે. આ જોયા પછી સૌકઈ તે શિલ્પને અને આપની દીર્ઘદૃષ્ટિને પ્રશંસે છે. ઇતિહાસવિદે કહે છે કે બારસેથી પંદરસો વર્ષ પૂર્વેનું આ બેનમૂન શિલ્પ છે અને આપે તેને ઉદ્ધાર એ કર્યો કે જાણે હમણાં જ આ મંદિર તૈયાર થયાં હોય. શાસનરક્ષક ધમપ્રભાવક શ્રીમાનું !
વિધિપૂર્વક ઉસ્થાપન કરેલ જિનબિંબ શાસ્ત્રોક્ત રીતે યોગ્ય સ્થળે બિરાજમાન થાય અને તેનાં દર્શનથી ધર્મોલ્લાસ વધે તે રીતે આપે બાવન જિનાલયવાળું સુંદર બેમૂન નૂતન મંદિરનું નિર્માણ કર્યું છે અને તેની પ્રતિષ્ઠા માટેના મંગળ પ્રસંગમાં તે આપે, સમગ્ર જૈન અને આદેશ પ્રાપ્ત કરનારાને હલ્લાસ જે કોઈ નિહાળે છે તેનું પણ સમતિ નિર્મળ થાય, તે આ પ્રતિષ્ઠા પ્રસંગ છે.
આ પ્રતિષ્ઠા પ્રસંગની સુવિધાનું તે શું વર્ણન કરીએ? આપની પ્રત્યેની લાગણીથી સૌકેઈએ પ્રતિષ્ઠા પ્રસંગને પિતાને ગણી દીપાવે છે.
અંતમાં, આપ દીર્ધાયુ પ્રાપ્ત કરે અને શાસનપ્રભાવનાનાં સુંદર કાર્યો આ૫ અને આપના કુટુંબીઓ ઉત્તરોત્તર કરે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના.
પાલીતાણા, વિ. સં. ૨૦૩૨, મહા શુદિ ૬, શુક્રવાર
લિ. પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા ભારતભરના યાત્રિકે વતી શ્રી જીવતલાલ પ્રતાપશી શ્રી હીરાચંદ મંગળચંદ ચૌધરી શ્રી તારાચંદ રાવજી શ્રી ભેગીલાલ લહેરચંદ શ્રી વાડીલાલ ચત્રભુજ
શ્રી ચંપકલાલ અમીચંદ શ્રી માણેકચંદજી બેતાળા શ્રી કાંતિલાલ મોહનલાલ
શ્રી શાંતિચંદ બાબુભાઈ મલજી શ્રી ખુમચંદ રતનચંદ શ્રી રાયચંદ મગનલાલ
શ્રી રૂપચંદ ડાહ્યાભાઈ શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ શ્રી રતનચંદ રીખવચંદ
શ્રી પોપટલાલ મગનલાલ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી શ્રી હિંદુમલ જીવરાજ રાઠોડ શ્રી મફતલાલ ઝવેરચંદ શ્રી રતિલાલ નાથાલાલ શ્રી પોપટલાલ રવચંદ
શ્રી હીરાચંદજી જેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org