________________
પરિશિષ્ટ ૨: વિવિધ માહિતી
[૧૩] માન્યવર મુરબ્બીશ્રી ! આપની સેવાઓ અને આપના ગુણે અંગે જેટલું વર્ણન કરવામાં આવે એટલું ઓછું છે. વિશેષ શુ કહીએ ? આપનું સ્થાન અમારા હૃદયમાં “તીર્થસંરક્ષક સંઘરત્ન” તરીકે સદાને માટે સંઘરાઈ ગયું છે. અમારી એ લાગણીના પ્રતીક તરીકે આ સન્માન-પત્ર આપને અર્પણ કરીએ છીએ અને આપશ્રીની શાણી અને દીર્ધદષ્ટિભરી નેતાગીરીને લાભ શ્રીસંઘને દીર્ઘ સમય સુધી મળતું રહે એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.
પાલીતાણા વિ. સં. ૨૦૩૨,
શ્રી પાલિતાણું જૈન સંઘ વતી મહા શુદિ ૬, શુક્રવાર, તા. ૬-૨-૧૯૭૬
નગરશેઠ ચુનીલાલ વનમાળીદાસ
(૨) શ્રી શત્રજય મંડન શ્રી આદિનાથાય નમ: પરમ પવિત્ર શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનમંદિરમાં ૫૦૪ જિનપ્રતિમાજી ભગવંતના પ્રતિષ્ઠા પ્રસંગે
શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને ભારતભરના યાત્રિકે તરફથી
અભિનંદન-પત્ર
માનનીય શેઠશ્રી ! - આપ પચાસ વર્ષથી શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખપદે છો. આપે પચાસ વર્ષના ગાળામાં ભારતમાં જ નહિ પણ દુનિયાભરમાં જેની જોડ ન કરી શકે તેવાં સ્થાપત્યમાં ઉત્તમ ગણાતાં શ્રી શત્રુંજય, આબુ, રાણકપુર વિગેરે ઘણાં તીર્થોના પ્રાચીન બેનમૂન કળા-કારીગરીને જાળવણીપૂર્વક જીર્ણોદ્ધાર કરાવ્યો છે. શાસનદીપક ધર્મનિષ્ઠ શ્રેષ્ઠિવર્ય!
આપ પેઢીના પ્રમુખ છો એટલું જ નહિ પણ ભારતના તમામ જૈન સમાં આપનું સ્થાન અજોડ છે. પેઢીનું મુખ્ય કાર્ય તીર્થોદ્ધારનું છે. પરંતુ તીર્થોદ્ધાર ઉપરાંત જૈન શાસનના દરેકેદરેક પ્રશ્નમાં આપના વ્યક્તિત્વ, લાગવગ, સંપત્તિ અને શક્તિને ઉપએગ કરી જૈન શાસનની પ્રભાવના આપે વધારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org