________________
[૧૩૮].
પ્રતિષ્ઠાને અહેવાલ સંધપ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈને આપવામાં આવેલ બે માનપત્રો
(૧) શ્રી કષભદેવસ્વામિને નમ:
સમાન-પત્ર શ્રી સંઘમાન્ય, પરમ આદરણીય, શ્રેષ્ઠિવર્ય
શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની સેવામાં– પરમ પાવન શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર નિર્માણ થયેલ નૂતન જિનપ્રાસાદના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપશ્રીનું અત્રે આગમન થયું છે તે પ્રસંગે અમારા શ્રીસંઘ તરફથી આપનું સન્માન કસ્તાં અમે હાર્દિક ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આપણા જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સમર્થ અને ભાવનાશીલ સુકાની તરીકે અરધી સદીથી આપ જૈનધર્મ, સંઘ અને તીર્થની જે સેવા બજાવી રહ્યા છો અને એ રીતે, આપશ્રીના પ્રતાપી પૂર્વજોની જેમ, જૈન શાસનની રક્ષા અને પ્રભાવના કરવામાં ફાળો આપી રહ્યા છે, તે જૈન સંસ્કૃતિનું ગૌરવ વધારે એ અને જૈન સંઘના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થાય એવો છે.
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર આ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાને અપૂર્વ અવસર શ્રીસંઘને મળે છે, તે આપશ્રીની તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની દીર્ધદષ્ટિ, શાણ સમજણ તથા આશાતનાને દૂર કરીને શિલ્પકળાની સાચવણી કરવાની તત્પરતાને આભારી છે. આ અણમોલ અવસર આપશ્રીના જીવનનું, પેઢીના ઈતિહાસનું તથા શ્રીસંઘની ધર્મભાવનાનું મધુર અને પ્રેરક સ્મરણ બની રહે એવો છે. ગિરિરાજ ઉપર દાદાની મુખ્ય ટ્રકમાં પ્રતિષ્ઠા કરવાના સિકાઓ બાદ આવેલ અનેખા અવસરને લાભ ભાવિક ભાઈ-બહેનને જે રીતે મળે છે, જે જાણીને અમારાં અંતર લાગણીભીનાં થઈ જાય છે.
ધર્મ, સંઘ, સમાજ, શિક્ષણ અને દેશના ઉત્કર્ષ માટેની આપશ્રીની છ દાયકા જેટલા સુદીર્ઘ સમયની, સમુજજ્વલ કાર્યવાહી જેઈને જૈન શાસનનું ગૌરવ વધારનાર આપણું પ્રતાપી મંત્રીશ્વરે, રાજપુરુષે અને શ્રેષ્ઠીવર્યોનું સ્મરણ થઈ આવે છે અને આપની કર્તવ્યનિષ્ઠા અને જનસેવાની તમન્ના આદર્શ મહાજન તરીકેની આપની કીતિને સુવર્ણ કળશ બની રહે એવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org