________________
પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી
[૧૧] પ્રતિષ્ઠાના પુણ્ય દિવસે રાજ્યનાં કતલખાના બંધ રાખવા સંબંધી
ગુજરાત સરકારને પરિપત્ર તાત્કાલિક
ક્રમાંક: એમયુએન-૫૭૬-૮૮૮-ધ. પંચાયત અને આરોગ્ય વિભાગ, સચિવાલય, ગાંધીનગર,
તા. ૩૧ મી જાન્યુઆરી, ૧૯૭૬ પ્રતિ, સ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સેવે કલેકટરશ્રીઓ : સવે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, સ મ્યુનિસિપલ પ્રમુખશ્રી/વહીવટદારશ્રીઓ, સભાપતિ-સર્વે નગર પંચાયત, વિષય :- પાલીતાણામાં શત્રુંજય ઉપર તા. ૭૨-૭૬ ના રેજ જૈન પ્રતિમાઓની પ્રાણ
પ્રતિષ્ઠા વખતે ગુજરાત રાજ્યનાં તમામ કતલખાના બંધ રાખવા બાબત... શ્રીમાન,
ઉપરોકત વિષય અંગે જણાવવાનું કે અખીલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી સરકારશ્રીને રજૂઆત થયેલ છે કે જેનોના મહાન પ્રાચીન તીર્થ પર્વાધીરાજ શત્રુંજય ઉપર સેંકડો વર્ષ બાદ પાંચસે ઉપરાંત પ્રતિમાજીઓની પ્રાણપ્રતિષ્ઠા શનિવાર તારીખ ૭–૨–૭૬ ના રોજ કરવામાં આવનાર છે. જેનધર્મમાં અહિંસાનું ઘણું મહત્વ છે અને તેથી જીવદયાની ઘણું જ મહત્તા છે. તેથી કરીને તા. ૭–૨-૭૬ ના રોજ સમસ્ત ગુજરાત રાજ્યમાંનાં કતલખાનાં બંધ રાખવાની તેઓના તરફથી વિનંતી કરાયેલ છે.
૨. કતલખાનાંઓ તથા પશુઓની કતલ અમુક ધાર્મિક દિવસે બંધ રાખવા કાનુની રીતે શક્ય નથી, તેથી આ બાબતમાં સરકારશ્રીનો કેઈ કાનુની આદેશ આપવાને ઈરાદે નથી, પરંતુ ગુજરાત અહિંસાને વરેલ હોઈ જૈન પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે રાજ્યનાં તમામ કતલખાનાઓ સ્વૈચ્છિક રીતે પિતાનું કામ બંધ રાખવા ઇછે અને તે દિવસે રાજ્યમાં માંસનું વેચાણ ન થાય તે આ મહત્વના દિવસે અહિંસાને હેતુ જળવાય. આમાં સહાયભૂત થવાની ભાવના ધરાવતા કતલખાનાના માલિકો પિતાની સંપૂર્ણ મરજીથી પિતાનાં કતલખાનાંઓ બંધ રાખે તે રીતે તમારા વિભાગમાં આવેલ કતલખાનાંના માલિક સાથે પ્રશ્ન હલ કરવા વિનંતી છે. કતલખાનાંના માલિકે સ્વેચ્છાએ પોતાનાં કતલખાનાંઓ બંધ રાખે તે માટે સ્થાનિક મહાજન પણ કતલખાનાંના માલિકને સમજાવવા આગળ આવે અને તેઓ તે કામગીરી કોઈપણ જાતના દબાણ વગર કાનુની પરિસ્થિતિ લક્ષમાં લઈ સમજુતીની ભાવનાથી હાથ ધરે તે મુજબની ચોક્કસ સ્પષ્ટતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org