________________
શ્વરજી મહારાજને કુંભસ્થાપના પહેલાં પાલીતાણા પધારી જવા માટે પેઢીના સંચાલકોએ વિનંતી કરી, તેઓશ્રીની નિશ્રામાં ભાવનગરમાં બીજ ધાર્મિક ઉત્સવ ઊજવવાના હતા, છતાં એને ગૌણ કરીને તેઓશ્રી કુંભસ્થાપનાના દિવસ પહેલાં પાલીતાણા પધારી ગયા. અને તેઓશ્રીની નિશ્રામાં આ યાદગાર પ્રતિષ્ઠાનું કુંભસ્થાપન થયું.
આની સાથે સાથે પેઢીના સંચાલકોએ પાણીતાણામાં બિરાજતા તપાગચ્છના પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભવચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય પંન્યાસ શ્રી બળવંતવિજયજી મહારાજ અને ખરતરગરછના પરમપૂજ્ય અનુગાચાર્ય શ્રી કાન્તિસાગરજી મહારાજ તેમ શ્રી પાયચંગચ્છના પરમપૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ વગેરે પાલીતાણુમાં બિરાજતા શ્રમણ ભગવંતને પણ આ પ્રતિષ્ઠાપ્રસંગ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાય તે માટે પાલીતાણામાં રહેવા આગ્રહભરી વિનંતી કરી. આ વિનંતીને માન આપી તપાગચ્છ, ખરતરગચ્છ તથા પાયચંદગચ્છના આચાર્યાદિ મુનિભગવંતેએ પાલીતાણુમાં સ્થિરતા કરી. ઉપરાંત સેંકડો પૂજ્ય. સાધુ-મુનિરાજ તથા પૂજ્ય સાધ્વીજી મહારાજને પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યાં; અને દેશના જુદાં જુદાં સ્થાનમાં વસતા હજરે ભાવિક ' યાત્રિકે પાલીતાણામાં એકત્ર થયા. આ રીતે સેંકડો વર્ષો પછી સિદ્ધગિરિ ઉપર થતા પ્રતિષ્ઠા-મહોત્સવનાં પ્રત્યક્ષ દર્શન કરવાને આ બધાએ લાભ લીધો અને મહોત્સવને ખૂબ યાદગાર બનાવ્યો.
" પ્રતિષ્ઠાના સંચાલકોની કલ્પનાને પણ વટાવી જાય એ રીતે આ મહત્સવ અનેકગણી રીતે શાન'દાર અને યાદગાર બની ગયો. આ પ્રસંગે થયેલી નવકારશીઓની વ્યવસ્થા સાચે જ અપૂર્વ અને અદભૂત હતી. એ જ રીતે વિધિવિધાનો, રથયાત્રા, ઉતારા, ગિરિરાજ ઉપર તથા શહેરમાં કરવામાં આવેલ વીજળીની રોશની વગેરેને લીધે આ મહોત્સવ અપૂર્વ તેમ જ સૌને માટે ચિરસ્મરણીય બની ગયે.
હજાર રૂપિયા ખર્ચવા છતાં જે પ્રસિદ્ધિ મળવા ન પામે તેવી પ્રસિદ્ધિ આ મહોત્સવને વર્તમાનપત્રો દ્વારા દેશભરમાં મળી હતી એ બીન પણ આ પ્રતિષ્ઠા-મહાત્સવ માટેની વ્યવસ્થાની વિશેષતાનું સૂચન કરે તેવી હતી. આ માટે કેવળ ગુજરાતના જ નહીં, પણ ભારતભરનાં હિંદી-ગુજરાતી તેમ જ અંગ્રેજી દૈનિકોએ કલમોના કલમો ભરી આ મહત્સવને સચિત્ર અહેવાલ છાપ્યો હતો. ઉપરાંત પી.ટી.આઈ. - અને આકાશવાણીએ પણ પ્રતિષ્ઠાના અહેવાલને સારા પ્રમાણમાં પ્રસિદ્ધ આપી હતી. અને ગુજરાત રાજ્ય તે આ યાદગાર પ્રસંગની ફિલ્મ પણ ઉતારી છે. “ આ મહત્સવ દરમ્યાન ભૂલ્યો ન ભુલાય તે એક હૃદયસ્પર્શી પ્રસંગ બન્યો તે શેઠશ્રીના અભિ- વાદનને. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે દૂર-સુદૂરથી આવેલા આગેવાન ગૃહસ્થોએ અને પાલી'તાણાના સંઘે શેઠશ્રીને જ્યારે અભિનંદનપત્રો આપ્યાં તે વખતે જે માનવમહેરામણ ઊમટયો હતો, અને એમાં શેઠશ્રી પ્રત્યેની ભક્તિનું જે દર્શન થતું હતું તે ભલભલાને ગદ્ગદિત કરી દે તેવું હતું.
પ્રતિષ્ઠાને મુખ્ય અને અણમોલ કહી શકાય એવો પ્રસંગ હતો વિ. સં. ૨૦૩૨, માહ સુદી છે, ‘તા. —૨-૧૯૭૬ શનિવાર સવારના ૯-૩૭–૫૪ સેકંડના શુભ મુહૂર્ત “પુણ્યાહુ પુણ્યાતું, પ્રીયન્તામ પ્રીયન્તામ'ના મંગલ ઘોષનાદો વચ્ચે તથા ઘંટનાદ સાથે જિનેશ્વરનાં બિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી તે. આ પ્રસંગે ભાવુક 'જનેનાં હૃદયમાં ભરાયેલ ધર્મભાવનાની સરિતા ખરેખર સૌને પાવન કરે તેવી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org