________________
પાસ, જ્યાં જ્યાં જેમને ઠીક લાગ્યું ત્યાં ત્યાં, જિનપ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી દેવામાં આવી હતી. આ પ્રતિમાઓનું ઉત્થાપન કરી શિલ્પને ખુલ્લું કરવામાં લેકેની લાગણી દુભાવાને પ્રશ્ન મુખ્ય હતા, કેમ કે લોકલાગણી હંમેશાં સ્થિતિસ્થાપકતામાં રૂઢ થયેલી હોય છે.
શેઠશ્રી કસ્તુરભાઈ આ વાત બરાબર સમજતા હતા અને તેથી તેમણે સૌપ્રથમ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની સંમતિ મેળવીને પ્રતિમાઓનું ઉત્થાપન કરાવ્યું હતું. આમ છતાં, તે વખતે એની સામે સારા પ્રમાણમાં વિરોધ થયો હતો. છતાં શેઠશ્રી અડગ રહ્યા અને તેમણે કુનેહથી આ વિરોધને શાંત કર્યો. આ રીતે પૂજ્ય આચાર્ય મહારાજની સંમતિ અને સલાહથી જ ઉત્થાપન કરેલ જિનપ્રતિમા
ને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર, દાદાની મુખ્ય ટૂકમાં જ, પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે એટલા માટે, ચોગ્ય રથાનની પસંદગી કરીને, ત્યાં નૂતન જિનપ્રાસાનું નિર્માણ કરાવ્યું.
“મેટા માણસને પણ કલ્યાણકારી કામોમાં બહુ વિને નડે છે, એને અનુભવ શેઠશ્રીને પ્રતિષ્ઠાપ્રસંગે પણ થયું. ઉત્થાપન કરેલ પ્રતિમાઓને પુનઃપ્રતિષ્ઠિત કરવાના આદેશ આપવાની પદ્ધતિ સામે શ્રીસંધના એક વિભાગમાં મેટે વિરોધ પ્રગટયો. વિરોધ કરનારાઓને મુદ્દો એ હતો કે, ચિઠ્ઠી ઉપાડવા દ્વારા પ્રતિષ્ઠા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે વાજબી નથી; કારણ કે, તેથી દેવદ્રવ્યને નુકસાન થાય છે. પણ પેઢીના સંચાલકોએ પ્રતિષ્ઠાને આદેશ ચિઠ્ઠી દ્વારા આપવાની પદ્ધતિને સ્વીકાર " ખૂબ ખૂબ વિચાર કર્યા પછી જ કર્યો હતો. કારણ કે પાંચસો ઉપરાંત જિનપ્રતિમાઓની બેલી બેલાવવી કોઈ પણ સ્થળે શક્ય ન હતી. વળી, તેમણે આ માટે પૂજ્ય આચાર્ય ભગવંતની સલાહ લઈ યોગ્ય નિર્ણય કર્યો હતો, તેથી તેમને માટે આ નિર્ણયથી પાછા ફરવું જરૂરી ન હતું. આ બાબતમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજે જે નિવેદન પ્રગટ કર્યું હતું, તેમાં તેઓએ સાચું જ કહ્યું હતું કે- “વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ આદેશ લેટરી પદ્ધતિથી આપવામાં આવ્યો છે અને આપણું પ્રાચીન પ્રણાલિકાને ભંગ કરે છે વગેરે વગેરે. ખરેખર, હકીકતને વિકૃત કરીને આ વાત રજૂ કરવામાં આવે છે. ઉછામણથી અથવા નકરાથી આદેશ આપવાની પ્રથા જેન સંધમાં પરાપૂર્વથી ચાલી આવે છે.” આ એક પરંપરાનુસારી અને શાસ્ત્રાભ્યાસી મુનિવરશ્રીના આવા સ્પષ્ટ ખુલાસા પછી પણ આ વિરોધ શાંત ન થયે, એટલું જ નહીં, વધુ ઉગ્ર બનતો ગયો. આ જોઈને ઘડીભર તો એવી આશંકા થઈ આવી કે આ પ્રતિષ્ઠા થશે કે નહીં થાય ? પરંતુ શેઠશ્રી આ બાબતમાં ખૂબ સ્વસ્થ અને મક્કમ હતા. વળી એમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની ૫૦ વર્ષ સુધી કરેલી એકધારી સેવાના શુભાશુભની જાણે આ પરીક્ષા હતી. પરંતુ એમને વિશ્વાસ હતો કે શાસનસેવાની આ બધી કામગીરી જે કેવળ નિરીહભાવે અને આશંસારહિતપણે કરી હશે તે આ પ્રતિષ્ઠામાં કોઈ આંચ કે વિન આવવા નહિ પામે.
અને, જાણે આ વાત સાચી પડતી હોય તેમ, જોતજોતામાં વિરોધનું વાદળ વીખરાઈ ગયું, પતિછામાં ભાગ નહિ લેવા માટે દોરવાયેલા એકએકને પસ્તાવો થયો અને જેમને પ્રતિષ્ઠાને આદેશ મળે, હતા તે સૌ સામે પગલે પાછા આવ્યા, અને આ વિરોધની અસર બિલકુલ નાબૂદ થઈ ગઈ. શુદ્ધ બુદ્ધિ, શુભ ભાવના અને નિરીહભાવે કરેલ તીર્થ ભક્તિનું જ આ પરિણામ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org