________________
[૬૨]
પ્રતિષ્ઠાને અહેવાલ લગભગ અઢી કલાક સુધી શહેરના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરીને જ્યારે રથયાત્રા નજરબાગમાં પૂરી થઈ ત્યારે, બીજા દિવસે ઊજવવામાં આવનાર આ મહોત્સવના પ્રાણ સમાં મુખ્ય કાર્યક્રમરૂપ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની ઉત્સુકતાએ જાણે વાતાવરણમાં વીજળી જેવી અસર ઊભી કરી દીધી હતી. અને લાગતાવળગતાં બધાં એ માટેની તૈયારી કરવામાં લાગી ગયાં હતાં.
પ્રેસપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ આજે સાંજના ૬-૭ વાગતાંથી તે ૮. વાગતાં સુધી, બહાર ગામથી આવેલ પ્રેસ-પ્રતિનિધિઓ સાથે શેઠશ્રી કસ્તુરભાઈને વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શેઠશ્રીએ ગિરિરાજ શત્રુંજય, નૂતન જિનાલય, પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રતિષ્ઠાને આદેશ આપવાની પદ્ધતિ, જૈન સંઘને આ અંગેનો ઉત્સાહ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વગેરે બાબતો સંબંધી એમને સવિસ્તર માહિતી આપી હતી અને એમણે પૂછેલા સંખ્યાબંધ પ્રશ્નના ખુલાસા આપ્યા હતા. શેઠશ્રી સાથેની આ વાતચીતથી પ્રેસ-પ્રતિનિધિઓ ખૂબ રાજી અને પ્રભાવિત થયા હતા. તેઓએ આ અંગેની પિતાની ખુશાલી દર્શાવવાની સાથે સાથે વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, અહીં આવેલ પ્રેસ-પ્રતિનિધિઓની સંખ્યા (છવ્વીસ) જેટલા પ્રેસ-પ્રતિનિધિઓ તે મોટામાં મોટા રાજપુરુષના પ્રવાસમાં પણ નથી જેડાતા !
એક અવિસ્મણીય અને અને પ્રસંગ છઠ્ઠી તારીખે રાત્રે, ભાવના વખતે, નજરબાગમાં, એક અવિધિસરને, છતાં અંતરની ઊર્મિથી ભરેલ કાર્યક્રમ ઊજવવામાં આવ્યું હતું. જેમણે જેમણે આ કાર્યક્રમ જોવાનો લહાવો લીધે એમના માટે તે એક ભાવનીરતા મરણરૂપ બની ગયો હતો.
આ પ્રસંગે આ પ્રમાણે ત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા–
(૧) શેઠશ્રી કસ્તુરભાઈને પાલીતાણના શ્રીસંઘ તરફથી તથા પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર આવેલા હજારો યાત્રિ તરફથી એમ બે અભિનંદન-પત્રો અર્પણ કરવાનો.
(૨) પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવનાર કાર્યકરની સેવાઓની અનુમોદના કરવાને. (૩) નવકારશી કરાવનાર મહાનુભાવોનું અભિવાદન કરવાનો.
રાત્રિના સાડાઆઠ વાગતાં ઊજવવામાં આવેલ આ કાર્યક્રમ વખતે, નજરબાગમાં બાંધવામાં આવેલ વિશાળ મંડપ પણ જાણે ઘણે સાંકડે બની ગયેલ હતો અને એમાં રજમાત્ર જગ્યા ખાલી નહોતી રહી, એટલું જ નહીં, પણ સંખ્યાબંધ ભાઈઓબહેનને મંડપની બહાર પણ સંકડાઈને ઊભા રહેવું પડયું હતું! શેઠશ્રી કસ્તુરભાઈ પ્રત્યે સકલ શ્રીસંઘ કેવી આદર, બહુમાન અને વાત્સલ્યની લાગણી ધરાવે છે, એને બેલ પુરા અહીં પણ જોવા મળતું હતું. . .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org