________________
[૬૦]
પ્રતિષ્ઠાને અહેવાલ અભિષેકનું વિધાન કરવાનું હતું. આ માટે ૫૦૪ જિનબિંબને પધરાવવાનો આદેશ પ્રાપ્ત કરનાર ભાઈઓ-બહેનોએ, પિતાને પ્રતિષ્ઠિત કરવાનાં જિનબિંબને અઢાર પ્રકારને અભિષેક કરીને એમને પ્રાણપ્રતિષ્ઠા માટે સજજ કરવાનાં હતાં. જિનબિંબના અઢાર અભિષેકના વિધાનની સાથે ચિત્યાભિષેક તથા ધજાદંડ-કલશના અભિષેકનું અનુષ્ઠાન પણ આજે જ કરવાનું હતું. આજને આ અવસર એકીસાથે, સમૂહરૂપે, ધર્માનુષ્ઠાન કરવાને હાઈ એ દશ્ય કેઈ અનેરા પ્રકારનું હતું. સંખ્યાબંધ વિધિકારકોએ આ માટે ખડે પગે હાજર રહીને આ વિધિ ખામીરહિતપણે પૂરો કરાવ્યો હતો. અને આચાર્ય મહારાજે આદિ મુનિસમુદાયે વિધિ-મંત્રોનું ઉચ્ચારણ કરીને એના નાદથી પર્વતરાજને ગુંજયમાન કરી દીધો હતો. આ વિધિ લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યો હતોઅને અભિષેકની ક્રિયા કરનાર મહાનુભાવે અને એમની સાથે અભિષેકને લાભ લેનાર એમના સાથીઓ પૂરતો જ પાસનો પ્રબંધ કરવામાં આવ્યું હતું અને બીજાઓ દર્શન માટે આ પ્રસંગે હાજર રહે એ અંગે કઈ પ્રતિબંધ ન હતું. એટલે ચતુવિધ શ્રીસંઘે મેટી સંખ્યામાં આ વિધાનને પિતાની નજરે નીરખવાનો લહાવો લીધું હતું. આ વિધાન ગિરિરાજ ઉપર થયું હતું, એટલે એનું આકર્ષણ પણ સમસ્ત શ્રીસંઘને મન ઘણું હતું.
માહશુદિ ૬ના અનેક કાર્યક્રમો . છ3 ને શુક્રવાર મહોત્સવને આઠમો દિવસ હતે... આજનો દિવસ જિનબિંબની પ્રતિષ્ઠાના પુણ્ય દિવસનો આગલો દિવસ હતો. સાથે સાથે, આજે સવારના ગિરિરાજ ઉપર લઘુનંધાવત પૂજન ભણાવવાનું હતું અને બપોરના પાલીતાણા શહેરમાં વિરાટ રથયાત્રા નીકળવાની હતી. બીજા દિવસે-સાતમના દિવસે–પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠાને અણમોલ અવસર અને એના આગલે દિવસે બપોરના રથયાત્રાના વરઘોડાને પ્રસંગ-આ બન્ને કાર્યક્રમો આ મહોત્સવના શિરમાર જેવા કાર્યક્રમ હતા અને એનું આકર્ષણ શ્રીસંઘમાં એટલું બધું હતું કે મેટર, રેલવે, બસ વગેરે જે જે વાહનની સગવડ મળી એ મારફત પાલીતાણા આસપાસનાં ગામે-શહેરોમાંથી તેમ જ દૂરનાં અને નજીકનાં અન્ય સ્થાનેમાંથી પણ હજારે યાત્રિકે પાલીતાણું શહેરમાં આવી પહોચ્યાં હતાં. અને જ્યાં નજર ના ત્યાં જાણે માનવમહેરામણ હિલેાળે ચડ્યો હોય એવું અદ્દભુત અને આહૂલાદકારી દશ્ય જોવા મળતું હતું. - જૈન સંઘના તથા પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ આ દિવસે સવારના આવી ગયા હતા; તેમ જ જુદાં જુદાં અખબારે, સમાચાર-સંસ્થાઓ, ટી.વી. તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org