________________
[૫૮].
પ્રતિષ્ઠાને અહેવાલ (૧) પિષ વદિ ૧૪, શ્રી પંચકલ્યાણક પૂજા. (૨) પિષ વદિ ૦)), શ્રી નવપદજીની પૂજા. (૩) માહ શુદિ ૧, શ્રી નવાણુપ્રકારી પૂજા. (૪) માહ શુદિ ૨, શ્રી બારવ્રતની પૂજા. (૫) માહ શુદિ ૩, શ્રી અંતરાયકર્મનિવારણ પૂજા.
(ખુલાસે–જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવને દસ દિવસનો કાર્યક્રમ નકકી કરવામાં આવ્યા ત્યારે, આ બધી પૂજાએ ગિરિરાજ ઉપર ભણાવવાનું વિચારવામાં આવ્યું હતું; અને તેથી પ્રતિષ્ઠાની શ્રીસંઘ આમંત્રણ પત્રિકામાં તથા કાર્યક્રમની માહિતી આપતી પત્રિકામાં પણ એ પ્રમાણે જ છાપવામાં આવ્યું હતું. પણ ચતુર્વિધ શ્રીસંઘ મોટી સંખ્યામાં પૂજાઓને લાભ લઈ શકે એટલા માટે, મૂળ જનામાં ફેરફાર કરીને, આ બધી પૂજાએ, દરરોજ બપોરના, નજરબાગમાં ભણવવાનું નક્કી કરીને એ વાતની સૌને સમયસર જાણ કરવામાં આવી હતી.)
સાત જિનબિંબ વગેરેની ઉછામણું આગળ સૂચવવામાં આવ્યું છે તે પ્રમાણે, આ પ્રતિષ્ઠાના મુખ્ય પ્રતિષ્ઠાકારક પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજની પાલીતાણામાં પધરામણી માહ શુદિ બીજ, તા. ૨-૨-૧૯૭૬, સેમવારના રોજ સવારમાં થઈ હતી. તે દિવસે, બપોરના બાર વ્રતની પૂજા ભણાવવાનું કાર્યક્રમ પૂરું થયા પછી, ગિરિરાજ ઉપર બનેલ નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદના મુખ્ય દેરાસરની અંદર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન, એમની આસપાસ બે જિનપ્રતિમાજી, ગભારાની અંદર સામસામે બનાવેલ બે ગેખલામાં બે જિનપ્રતિમાજી અને ગભારાની બહાર કેલીમંડપમાં સામસામે આવેલ બે ગેખલામાં બે જિનપ્રતિમાજી-એમ કુલ સાત જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશે ઉછામણું બેલાવીને આપવાના હતા. આ ઉપરાંત દેરાસરના મુખ્ય શિખર ઉપર ધજાદંડ તથા કળશ ચડાવવાને તેમ જ ઘુમ્મટ ઉપર કળશ ચડાવવાને તથા ચૈત્યઅભિષેક કરવાને એમ બીજા ચાર આદેશ પણ ઉછામણ બેલાવીને આપવાના હતા.
આ અગિયાર આદેશે માટે આ વખતે શ્રીસંઘને ઉત્સાહ અને અને અસીમ કહી શકાય એવો હતે. આવો અવસર નજરે જેવાને વિરલ લહાવો લેવા માટે હાજર રહેલા પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સાધુ-મુનિરાજો, પૂજ્ય સાધ્વીજી મહારાજ, પેઢીના ટ્રસ્ટીઓ, શહેરે શહેરના અગ્રણીઓ તેમ જ સદ્દગૃહસ્થ અને સન્નારીઓની વિશાળ સંખ્યાને લીધે નજરબાગને વિશાળ મંડપ પણ જાણે સાંકડો બની ગયું હતું અને કયાંય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org