________________
મહોત્સવના આઠ દિવસ
(૧) પોષ વદિ ૧૪, તા. ૩૦–૧–૭૬, શુક્રવાર
કુંભસ્થાપન તથા દીપસ્થાપન પ્રતિષ્ઠા માટેના દસ દિવસના ઉત્સવની શરૂઆત કુંભસ્થાપન, દીપસ્થાપન તથા જવારા વાવવાના મંગલ વિધિથી થવાની હતી. આ વિધિ, ગિરિરાજ ઉપર, સવારના સવાદસ વાગતાં, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, વિધિકારકોએ, એ માટે આદેશ મળવનાર મહાનુભાવોના હાથે કરાવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ આ મહોત્સવની શરૂઆત થયા પછી ચોથે દિવસે, તા.-૨–૨–૭૬ ને સોમવારના રોજ, પાણીતાણું પધારવાના હતા, એટલે કુંભ-દીપ સ્થાપનને વિધિ, પરમ પૂજય આગમેદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના - સમુદાયના ગચ્છાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના તથા અન્ય સમુદાયના આચાર્ય મહારાજે, અન્ય પદ, સાધુ-મુનિરાજે તથા સાધ્વીજી મહારાજે તેમ જ શ્રાવક-શ્રાવિકાઓ સહિત ચતુવિધ શ્રીસંઘ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તે ઉપરથી પણ દેખાઈ આવતું હતું કે આ મહોત્સવ અંગે શ્રીસંઘમાં કેટલો બધો ઉમંગ પ્રવર્તે છે.
(૧-૫) તા. ૩૦–૧–૭૬ શુક્રવારથી તા. ૩-૨–૭૬ મંગળવાર
પાંચ દિવસ જુદી જુદી પૂજાઓ પિષ વદી ૧૪ના કુંભ-સ્થાપન તથા દીપસ્થાપનના મહત્સવના પ્રથમ દિવસથી શરૂ કરીને તે માહ શુદિ ૩, તા. ૩-૨-૭૬ સુધી, પાંચ દિવસ માટે, બપોરના, નજરબાગના વિશાળ પંડાલમાં, નીચે મુજબ, જુદી જુદી પૂજાઓ ભણાવવામાં આવી હતી. એમાં ચતુવિધ શ્રીસંઘે સારી સંખ્યામાં હાજરી આપી હતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org