________________
પાટણનાં જિનાલયો
વખારના પાડામાં ત્રણ ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે. ૧. શા. મોતીલાલ નાલચંદ ૨. શા મોહનલાલ ત્રીકમલાલ ૩. શા કીલાભાઈ રણછોડ.
૭૬
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પણ શાંતિનાથના આ જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આઠ આરસપ્રતિમા અને ત્યાસી ધાતુપ્રતિમા બિરાજમાન હતી. આરસનો એક ચોવીસજનપટ તથા એક સાધુમૂર્તિનો ઉલ્લેખ પણ તે સમયે થયેલો છે. તે સમયે જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ મણિબેન ખીમચંદ હસ્તક હતો. સં ૨૦૧૦માં ચંદ્રપ્રભસ્વામીના નામનો ઉલ્લેખ થયો નથી. સં. ૨૦૦૮માં તથા સં ૨૦૧૮માં ચંદ્રપ્રભસ્વામીના નામનો ઉલ્લેખ થયેલો છે.
આજે પણ ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા મૂળનાયકની ડાબી બાજુએ બિરાજમાન છે.. ચંદ્રપ્રભસ્વામીનો મૂળનાયક તરીકે ઉલ્લેખ અગાઉ પણ મળે છે. આજે ચંદ્રપ્રભસ્વામીનો અલગ મૂળનાયક તરીકે નિર્દેશ થતો નથી. સ્થાનિક કથા પ્રમાણે ઘણાં વર્ષોથી તે પ્રતિમાને પરોણા તરીકે રાખવામાં આવેલ છે.
આજે જિનાલયમાં આઠ આરસપ્રતિમા તથા ત્રેસઠ ધાતુપ્રતિમા બિરાજમાન છે. જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી બાબુલાલ લહેરચંદ શાહ હસ્તક છે. ટૂંકમાં શાંતિનાથનું આ જિનાલય સં. ૧૭૨૯ પૂર્વેનું છે.
ગોદડનો પાડો આદેશ્વર (સં. ૧૬૧૩ પૂર્વે)
ગોદડના પાડામાં પ્રવેશતાં તુરત જ જમણી બાજુએ આવેલા બે મજલાવાળું ઘુમ્મટબંધી સંયુક્ત જિનાલય નજરે પડે છે જેની રચના અંદરથી શ્રી શત્રુંજય તીર્થ પરના દાદાના દરબાર જેવી છે. દ્વારમાં પ્રવેશીને પગથિયાં ચડતાં સામસામે આવેલા બે ગભારા-રંગમંડપની રચના છે. એક ગભારામાં આદેશ્વર છે. તેની સામે પુંડરીકસ્વામીનો ગભારો છે. જો કે પુંડરીકસ્વામીના ગભારામાં મૂળનાયક ચંદ્રપ્રભસ્વામી છે. આદેશ્વરના ગભારાની ઉપર, બીજા માળે જિનાલય છે. તેમાં મૂળનાયક નેમિનાથ છે.
જિનાલયનો બાહ્ય દેખાવ ખરેખર અત્યાકર્ષક છે. (જુઓ ફોટોગ્રાફ નં ૧૯) સુંદર રંગીન કોતરણી તથા વિવિધ શિલ્પો બહારથી જિનાલયને ભવ્યતા બક્ષે છે. મુખ્ય પ્રવેશદ્વારની બહારના ભાગમાં કોતરણીવાળી મગરમુખી ત્રણ રંગીન કમાનો છે. તેમાં વચ્ચેની કમાનની ઉપર સિંહ છે. થાંભલા પર સાદી રંગીન કોતરણી છે. પગથિયાંની બે બાજુ નીચેની દીવાલ પર મધ્યે ચક્ર અને આજુબાજુ સુંદર અનાનસ જેવા ફળની રંગીન આકૃતિ ઉપસાવેલી છે. પ્રવેશદ્વાર પણ કોતરણીવાળું છે. બહારની દીવાલ પર બે બાજુ નાના સુંદર ગોખ છે. જો કે દીવા મૂકવા માટે આ ગોખની રચના કરવામાં આવી હોય તેમ લાગે છે. બહારના પ્રવેશદ્વારની ઉપરની દીવાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org