________________
પાટણનાં જિનાલયો
અદ્યાપિપર્યત સાતત્યપૂર્વક ઉલ્લેખ મળે છે.
સં. ૧૭૭૭માં લાધાશાહે પાટણ ચૈત્યપરિપાટીમાં ઢંઢેરવાડા વિસ્તારમાં ઊંચા જિનમંદિરમાં શામળા પાર્શ્વનાથનું મોટું બિંબ બિરાજે છે તેવો ઉલ્લેખ કર્યો છે.
આજે પણ અહીં ઊંચું બિંબ છે અર્થાત અહીં ૭૧” ઊંચાઈવાળી પ્રતિમા છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ઢંઢેરવાડાના વિસ્તારમાં શામળા પાર્શ્વનાથના જિનાલયને શિખર વિનાનું દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં તેત્રીસ આરસપ્રતિમા અને નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી અને જિનાલયની સ્થિતિ સાધારણ હતી.
- સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે નવ આરસપ્રતિમા અને પિસ્તાળીસ ધાતુપ્રતિમા હતી. જીર્ણોદ્ધાર સં. ૧૯૭૩માં થયાનો પણ ઉલ્લેખ છે. ઉપરાંત ચોવીસજિનનો તથા વીસ વિહરમાનનો એકેક પટ તથા પદ્માવતીની પ્રાચીન મૂર્તિની પણ તે સમયે નોંધ કરવામાં આવી છે. આજે પણ તે મોજૂદ છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટદાર તરીકે શેઠ બાપુલાલ મોહનલાલના નામનો ઉલ્લેખ છે.
આજે શ્રી ભૂપેન્દ્રભાઈ પોપટલાલ (મુંબઈ) મુખ્ય વહીવટદાર તરીકે તથા શ્રી અશ્વિનભાઈ અમીચંદ (મુંબઈ), શ્રી નેમચંદભાઈ ખેમચંદભાઈ (મુંબઈ) તથા શ્રી જિતેન્દ્રભાઈ બબાલાલ શાહ (ઢંઢેરવાડો) સેવાઓ આપી રહ્યા છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે.
મારફતિયા મહેતાનો પાડો મુનિસુવ્રતસ્વામી (સં. ૧૯૨૨) ભીડભંજન પાર્શ્વનાથ (સં. ૧૯૧૪)
- મારફતિયા મહેતાના પાડામાં પ્રવેશી આગળ જતાં, મુનિસુવ્રતસ્વામી તથા ભીડભંજન પાર્શ્વનાથનું આરસનું બનેલું, સામરણયુક્ત સંયુક્ત જિનાલય આવેલું છે. જિનાલય ખૂણામાં છે.
જિનાલયના બહારના ભાગમાં રંગકામ થયેલું છે. જિનાલયમાં પ્રવેશતાં જ, આપણી જમણી બાજુ એક ઓરડી છે. અહીં પાણીનું ટાંકું છે. પ્રવેશદ્વાર એક છે. પ્રવેશદ્વારની પાસે અંદરના ભાગમાં બન્ને બાજુ દીવાલે દ્વારપાળનાં શિલ્પો જડેલાં છે. તે પૈકી આપણી ડાબી બાજુની દીવાલે જડેલા દ્વારપાળની ઉપર આરસનો એક શિલાલેખ છે. તેમાં નીચે મુજબનું લખાણ છે :
- “સ્વસ્તિ શ્રી | સંવત્ ૧૬૨૨ પ્રતિષ્ઠિત વૈશાખ સુદિ પંચમી દિને શ્રી પટ્ટનનગરે શ્રી વૃદ્ધ.. ખરતર ગચ્છાધીશ્વર શ્રી જિનમાણિજ્યસૂરિ પટ્ટાલંકાર હીર યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org