________________
પાટણનાં જિનાલયો
૬૩
તુરંગ અંક તુરંગમ ભૂમી, ૧૭૯૭ માન સંવત્સર ધારો, માહ શુદિ ત્રીજ જયા તિથિ જાણો, દિનવાર શુકે સંભારો. ૧૩
(જૈ. ગૂ કo, ભા૧, પૃ. ૧૭૫) પરંતુ સં૧૮૨૧માં ઉપાટ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કવિએ ઢંઢેરવાડા વિસ્તારમાં કુલ ચાર જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ કરી છે :
મેહતાને પાડે વલી, એકેક પ્રણમું તેહ. સં. ૧૪
હવે ઢંઢેરવાડે પેનીઆ, મનોહર દેહરા ચ્યાર; સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કવિએ ઢંઢેરવાડામાં આવેલાં જિનાલયો માટે નીચે મુજબ નોંધ કરી છે :
વંદે ઢંઢેરવાડે જગતિ જનગણે શ્રેયસામર્પણોë, પાર્વ શ્રીકંકણાä પ્રકટમહમથ શ્રેયસે જ્ઞાતપુત્રમ્ | એવં પાર્શ્વ ચ નૌમિ ત્રિદશપતિગણેઃ સેવિત શામલાહૈં,
બિંબ યસ્યાસ્તિ તુંગ ભવિકજનગુણા©ાદદે ભાવભજ્યા Ill કલિકુંડ પાર્શ્વનાથનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં કંકણ પાર્શ્વનાથ તરીકે થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ઢંઢેરવાડા વિસ્તારમાં ઉપર્યુક્ત ત્રણ જિનાલયો ઉપરાંત અન્ય ત્રણ ઘરદેરાસરોનો – ૧. શા. મણીલાલ મગનલાલના ઘરમાં, ૨. શા. ત્રિભોવન વસ્તાચંદના ઘરમાં, ૩. શા. ખૂબચંદ મલકચંદના ઘરમાં – ઉલ્લેખ થયેલો છે.
ઢંઢેરવાડો કલિકુંડ પાર્શ્વનાથ (સં. ૧૬૪૮ આસપાસ)
ઢંઢેરવાડામાં પ્રવેશતાં સૌ પ્રથમ કલિકુંડ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. સંસારના સચોટ સ્વરૂપનું દર્શન કરાવતું મધુબિંદુના દૃષ્ટાંતનું ચિત્ર પ્રવેશદ્વારની દીવાલે જ સંસારથી વૈરાગ્યને પામેલા જીવને ધર્મમાં સાધના કરવા માટેનું જિનમંદિર એ ઉત્તમ ક્ષેત્ર છે' એવો નિર્દેશ કરે છે. જિનાલયની ઉપરની દીવાલ પર સુંદર પૂતળીઓ, હાથી વગેરે રચનાઓ ગોઠવવામાં આવી છે. જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારની બે બાજુ બે દ્વારપાળ ઊભા છે. જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાનાં કુલ ત્રણ દ્વાર છે. આ ત્રણ દ્વાર પિત્તળનાં, કોતરણીવાળાં છે. પ્રવેશચોકીના થાંભલા પર પણ નર્તકીઓનાં શિલ્પો છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૩)
રંગમંડપના થાંભલા પથ્થરના છે. તેને રંગકામ થયેલું છે. આરસની દીવાલોથી શોભતા. રંગમંડપમાં બે બાજુ ગોખ છે. જમણી બાજુના ગોખમાં પાર્શ્વયક્ષ તથા ડાબી બાજુના ગોખમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org