________________
૫૬
પાટણનાં જિનાલયો
ગભારામાં બિરાજમાન છે. આ જ કારણે પાટણનાં જિનાલયોમાં આ જિનાલય નાનું હોવા છતાં તેનો મહિમા અનેરો છે.
ખેતરપાલના પાડામાં છેક અંદર ખૂણે આવેલું આ જિનાલય નાનું છે પરંતુ તેનો બહારનો ભાગ મોટો છે. પ્રવેશતાં જ નાનો ચોક છે જેને પસાર કર્યા બાદ મોટી જગ્યા આવે છે. અહીં એક પટ છે. એક ઘુમ્મટયુક્ત મોટી દેરી છે. તેમાં ક્ષેત્રપાલ તથા નારસંગાવીરની મૂર્તિ છે. દીવાલો પર પ્રકૃતિચિત્રો છે. ઉપરાંત સમેતશિખર તથા શત્રુંજય તીર્થનો પટ તથા અન્ય તીર્થોનાં સુંદર ચિત્રોના ફોટાઓ છે : જેવા કે – સંસાર મધુબિંદુનો પ્રસંગ, “સકલ તીર્થ વંદું કર જોડ”ની રચના, અષ્ટાપદ, આબુજી તથા ગિરનારજી તીર્થ. છતની નીચેના ભાગમાં આવેલી કાચની બારીઓની દીવાલો પર રાસ રમતી સ્ત્રીઓનું સુંદર ચિત્ર છે.
જિનાલયની બહારની દેરીઓ તથા ચિત્રો જોઈને જિનાલયના રંગમંડપમાં પ્રવેશ કરતાં, જમણી બાજુ એક ગોખલામાં માણીભદ્રવીર તથા તેની બાજુના ગોખમાં ચંદ્રપ્રભુસ્વામીની આરસની પ્રતિમા છે. ગર્ભદ્વાર ત્રણ છે. અહીં ૨૩” ઊંચાઈ ધરાવતી શ્રી શીતલનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. જમણે ગભારે મહાવીર સ્વામી તથા ડાબે ગભારે આદેશ્વર છે. અહીં ચૌદ આરસપ્રતિમા તથા અઢાર ધાતુપ્રતિમા છે. ગભારામાં ડાબી દીવાલે ખૂણામાં પદ્માવતીદેવીની આરસની વિશાળ, ભવ્ય, અલૌકિક અને ચમત્કારિક મૂર્તિ બિરાજે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૪) દર વર્ષે ભાદરવા સુદ ૧૩ થી ભાદરવા વદ પાંચમ સુધી પદ્માવતીદેવીનો ઓચ્છવ ઊજવવામાં આવે છે. ઉપરાંત ગભારામાં બિરાજમાન આરસની એક સાધુમૂર્તિ પર નીચે પ્રમાણે લેખ છે :
સંવત ૧૨૯૪ વર્ષે શ્રી . ...... ગચ્છ શ્રી સિદ્ધિસાગરસ્ય સંતાને શ્રી સિદ્ધસેનસૂરિ પદે શ્રી દેવભદ્રસૂરીણાં મૂર્તિઃ શ્રીમલયચંદ્રસૂરિશિષ્યશ્રીશીલ.......... કારિતા પ્ર.”
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેત્રપાલવાડામાં એક જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
કોકાવાડઈ પાસ, નવ નવ પૂરઈ આસ, ખેત્રપાલવાડઈ દીઠા, લોચનિ અમીય પટ્ટા,
ટાલઇ સગવાઇ દુષ્ણ, આપઇ શવપદ સુખ, જો કે તેમાં જિનાલયના નામનો ઉલ્લેખ થયો નથી.
સં. ૧૯૧૩માં લલિતપ્રભરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તેના નામ સાથેનો ઉલ્લેખ આગળ જોઈ ગયા તે પ્રમાણે સૌ પ્રથમ વાર પ્રાપ્ત થાય છે :
સં. ૧૯૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં શીતલનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org