________________
પાટણનાં જિનાલયો
૪૫
|૧||
//૪
ખરાકોટડીમાંહિ પ્રસાદ મનોહરુ રે. કે પ્રાસાદ મનો. પંચમેરુ સમ પંચ કે, ભવિયણ ભવહરુ રે. કે ભવિ અષ્ટાપદ પ્રાસાદ કે, ચંદ્રપ્રભ લહી રે. કે ચંદ્ર નવસત ઉપર સાત કિ, પ્રતિમા તિહાં કહી રે. તે પ્રતિ // ચંદ્રપ્રભ પ્રસાદ કે, તેર જિણેસર રે. કે તેર પાસ નગીનો ષટ જિન, સાથે દિPસરુ રે. સાથે
||રો. શાન્તિ નિણંદ પ્રાસાદ, દેખી મન હરખીએ રે. દેખી મન // ચોરાસિ જિન પ્રતિમા, તિહાં કણે નિરખીએ રે. તિહાં કણે. 13 આદિનાથ જગનાથની, મૂરતિ અતિ ભલી રે. મૂરતિ //
પંચાણુ તિહાં પ્રતિમા, વંદો મનરલી રે. વંદો. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અષ્ટાપદમાં ચંદ્રપ્રભુ, નગીનો પાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભુ એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં :
અષ્ટાપદ જિનમંદરે, ચંદ્રપ્રભુ સુખકારી રે, પાસ નગીનાં પ્રણમીઇ, ભુવન બિબ બલિહારી રે. ૩ પાઠ મૂરતિ ચંદ્રપ્રભુ તણી, નિજ સ્વરુપ સે નિષો રે,
જિન પ્રતિમા જિન સારીષી, આતમ રતિ થઈ પરષો રે. ૪ પા. સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં અષ્ટાપદમાં ચંદ્રપ્રભુ તથા સુપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
અષ્ટાપદાખેડથ જિનાલયેડહં સુપાર્શ્વનાથં પ્રણમામિ ભજ્યા |
ચંદ્રપ્રભ ચંદ્રનિર્ભ જનાનાં, મનોગતાનંદસુવાધિવૃદ્ધી /૧૦ના સં. ૧૯૬૭માં અષ્ટાપદની ખડકી એ મુજબનો નામોલ્લેખ કરીને ચંદ્રપ્રભુ, અષ્ટાપદ, સુપાર્શ્વનાથ (ભોંયરામાં) તથા આદેશ્વર (ગામ મહેસોરના) તે મુજબનો ઉલ્લેખ થયેલો છે. જયારે સં. ૧૯૮૨માં ઉપર મુજબનાં જિનાલયોનો ઉલ્લેખ કરીને વિશેષમાં પાંચમેનો ઉલ્લેખ છે.
સં. ૨૦૦૮માં અષ્ટાપદજીની ધર્મશાળામાં નીચે મુજબનાં જિનાલયોનો ઉલ્લેખ થયો છેઃ ૧. ચંદ્રપ્રભુ, ૨. અષ્ટાપદ, ૩. ભોંયરામાં સુપાર્શ્વનાથ, ૪. આદેશ્વર (મહેસોરના), ૫. પાંચ મેરુ અને દાદાજીના સ્તૂપ.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં અષ્ટાપદની ધર્મશાળાના કંપાઉંડમાં ચંદ્રપ્રભુના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં ત્યારે એકસો તેર આરસપ્રતિમા અને બત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત ત્રણ ગુરુમૂર્તિઓનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ માસ્તર સોભાગચંદના હસ્તક હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org