________________
૪૪
પાટણનાં જિનાલયો
ઠાકર શ્રી આસધીર બિંબ ભરાવીઓ, ઉપમ કાંતિ રુપા તણી એ પૂજઊ તે ભગવંત પૂજ્યા આપઇ એ, ઠાકર પદવી આપણી એ આભરણે અતિ દીપઇ મોતી માણિક, જોતિ જિસી સૂરય તણી એ
નવ પ્રતિમા તિહાં જાણી, આણી મન માહિ સેવ કરું ત્રિભોવન ધણી એ ૮૯
ઉપર્યુક્ત પંક્તિઓમાં જણાવ્યા મુજબ અષ્ટાપદના ચંદ્રપ્રભુના જિનાલયમાં કોતરણીવાળા થાંભલા છે અને તેના પર બે બે પૂતળીઓ છે. ઉપરાંત અન્ય એક ચંદ્રપ્રભુનું જિનાલય પણ વિદ્યમાન હતું જેનું બિંબ ઠાકર આસધીર નામના શ્રેષ્ઠિએ ભરાવેલું હતું અને પ્રતિમા પર મોહક આભરણો પણ કવિએ જુહાર્યાં હતાં.
८८
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અષ્ટાપદનું ચંદ્રપ્રભુનું જિનાલય અષ્ટાપદ વિસ્તારમાં દર્શાવ્યું છે, જ્યારે આસધીર ઠાકરનું ચંદ્રપ્રભુનું જિનાલય ષરાકોટડીમાં દર્શાવ્યું છે. ઉપરાંત ખરાખોટડી વિસ્તારમાં તે સમયે સદયવછના દેહરે પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ થયેલો છે.
Jain Education International
જ્યારે અષ્ટાપદ વિસ્તારમાં ચંદ્રપ્રભુના જિનાલય ઉપરાંત ખરતરગચ્છનું શાંતિનાથનું જિનાલય, આદેશ્વર (બાવન જિનાલય) તથા બે ઘરદેરાસરો – પાર્શ્વનાથ (સોની તેજપાલના ઘરે) અને સુમતિનાથ (ટોકર સોનીના ઘરે) વિદ્યમાન હતાં.
સતસઠિ જિનવર હોઈ, પ્રણમી આવીઇ ષરાકોટડી જિહાં અછઇ એ. આસધીર ઠાકર દેહરઇ, ચંદ્રપ્રભ જિનવર બિ પ્રતિમા પૂજી અછઇ એ ॥૨૬॥ સદયવછ ઠાકર દેહરઇ, પાસ જિણેસર બિ પ્રતિમાસ્યું પરવરયા એ. અષ્ટાપદ અવતાર, દેષી હરષ્યા એ ચંદ્રપ્રભજિન ગુિણ ભર્યા એ ઓગણસઠિ જિનબિંબ, થંભ અનોપમ બિંબ રયણમય ઇક ભણું. ષરતરનઉં વલી ચૈત્ય, સોલમ જિનવર બાવનજિણાલું તેહ તણું એ જુહારી આવ્યા બીજઉ, પ્રથમ જિણેસર (અ)દભુત મૂરતિ પેખિલા એ. ચૈત્ય બિના મેલી, બિસઇ બિહુત્તરિ માતપિતા જિન નિરષીલા એ સોની તેજપાલ ઘર, પાસ જિણેસર ઉગણત્રીસ પ્રતિમા જુહારીઇ એ. ટોકર સોની ગેહિ સુમતિ જિણંદજી પ્રતિમા ચ્યારિ ઉદ્ધારઇ એ
For Personal & Private Use Only
112911
॥૨૮॥
113011
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અષ્ટાપદ નામોલ્લેખવાળો વિસ્તાર દર્શાવેલ નથી. પરંતુ અષ્ટાપદના જિનાલયનો ઉલ્લેખ તથા અન્ય ચંદ્રપ્રભુના જિનાલયનો ઉલ્લેખ ખરાકોટડી વિસ્તારમાં થયેલો છે. તે ઉપરાંત ખરાકોટડી વિસ્તારમાં નગીનો પાર્શ્વનાથ, શાંતિનાથ તથા આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે પૈકીનું શાંતિનાથ આદેશ્વરનું સંયુક્ત જિનાલય આજે પણ ખરાખોટડી વિસ્તારમાં વિદ્યમાન છે. તથા નગીના પાર્શ્વનાથની પ્રતિમા પંચાસરા પાર્શ્વનાથના જિનાલયમાં ભોમતીમાં બિરાજમાન છે.
||રા
www.jainelibrary.org