________________
પાટણનાં જિનાલયો
૩૭ પંચાસરા પાર્શ્વનાથના જિનાલયનું કંપાઉંડ, પીપળાશેરી
નવખંડા પાર્શ્વનાથ (સં. ૧૯૬૩ પૂર્વે) પીપળાશેરીમાંના શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના વિશાળ કંપાઉંડમાં શ્રી નવખંડા પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી અતિ નાનું જિનાલય આવેલું છે. આ જિનાલયની પાસે અન્ય ત્રણ જિનાલયો તથા એક ગુરુમંદિર આવેલાં છે.
અત્રે આરસની છત્રીમાં ૧૭” ઊંચાઈ ધરાવતી શ્રી નવખંડા પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમા પર કોઈ લેખ નથી. બે ચૌમુખજી પ્રતિમાઓ તથા અન્ય ત્રણ પ્રતિમાઓ છે. કુલ એકાવન ધાતુપ્રતિમા છે. ઉપરાંત, એક સ્ફટિકની પ્રતિમા મૂળનાયકની બેઠકની નીચેના ભાગમાં આવેલી છે. આ પ્રતિમા પહોળા અને બેઠા કદની છે. ગોળા જેવું એક અન્ય સ્ફટિક દીવાલે જડેલું છે. વળી, અહીં અત્યંત નાનાં પગલાંની એક જોડ છે. બે ચૌમુખજી પૈકી એક ચૌમુખજી અશોકવૃક્ષની નીચે બેઠેલી અવસ્થામાં છે. મૂળનાયકની ડાબી બાજુ આવેલ ચૌમુખજીના શિખર પર સં. ૧૫૨૮નો લેખ છે. ધાતુના કમળની છૂટી પાંદડીઓ પર પ્રતિમાઓ છે. અહીં રહેલાં યંત્રો પૈકી એકમાં મુનિ દાનસૂરિ, આણંદવિમલસૂરિ અને ઉપાધ્યાય વિદ્યાસાગરનાં પગલાં છે. ઉપરાંત એક અત્યંત નાનાં પગલાં છે.
ગભારામાં થોડાક ખંડિત અવશેષો પણ છે. દા.ત. સર્પની ફેણનો તૂટેલો ભાગ, પરિકરમાંની પ્રતિમાનો છૂટો પડેલો ભાગ, કાઉસ્સગ્ન પ્રતિમા તથા સં. ૧૪૩૦નો લેખ ધરાવતી એક રાજા અને બે રાણી સહિતની મૂર્તિની પેનલ અને શસ્ત્રધારી એક શ્રાવિકાની મૂર્તિ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મળે છે. તે સમયે જિનાલય ધાબાબંધી હોવાનું દર્શાવ્યું હતું. અહીં એક આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શ્રીસંઘ હસ્તક હતો.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પંચાસરા પાર્શ્વનાથજીના કંપાઉંડમાં નવખંડા પાર્શ્વનાથના જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં એક આરસપ્રતિમા અને બાસઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત સ્ફટિકની બે પ્રતિમાઓ તથા શ્રાવક-શ્રાવિકાની એક મૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે. એ મૂર્તિ પર સં. ૧૪૩૦નો લેખ છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ ધરમચંદ ઉદયચંદની પેઢી હસ્તક હતો.
આજે ત્રણ આરસપ્રતિમા તથા બે ચૌમુખજી – એમ કુલ છ પ્રતિમાઓ છે અને એકાવન ધાતુપ્રતિમા છે. ઉપરાંત ખૂબ જ નાનાં પગલાંની જોડ છે. વહીવટ પંચાસરા પાર્શ્વનાથ દેરાસર ટ્રસ્ટ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૬૩ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org