________________
પરિશિષ્ટ- ૭
ઉપા. જ્ઞાનસાગરગણિ કૃત તીર્થમાલા સ્તવન (સં. ૧૮૨૧)
(નણદલની દેશી.)
૧
પુર પાટણમાં પાસજી, પંચાસરો પ્રસિદ્ધ, સંઘવી ચાલોને; તે પ્રભુ વાંદીઇ સંઘ સરવે મન કીધું, ચાલોને થલપતિ ભેટવા. તારાચંદ શેઠજી, આવ્યો પાટણમાંહિ; મહેતાં પાનાચંદ હર્ષાઓ, વળી ઇચ્છાચંદ ત્યાંહ. બાબીને જઈ વીનવ્યો, સામાયીક કરે સાર; ઢોલ નગારાં ગડગડે, મહાજન લોક અપાર. બહુ આદર કરી તેડીઆ, સંઘવી શ્રીસંઘ સાથ; ઘર ઘર હર્ષ વધામણાં, આજ થયા રે સનાથ. સંઘવી પધાર્યા દેહરે, ભેટ્યા પંચાસર પાસ; દેહરાં ત્રણ બીજાં તિહાં, પૂજતાં પૂગી આશ. ખરા કોટડીઈ પ્યાર છે, પોસાલવાડે ત્રિણ જોય; ત્રાંગડીરું પાડે એક દેહરો, સાને પાડે દોય. એક ગૌતમ પાડે તથા, દોય સા વાડે જોય; મહેતા તંબોલી કુભારનેં, પાર્ડ ઈક મન આંણિ મરેઠી પાડે નીરખીઇ, દેવલિ ત્રિણ ઉદાર; સોની વાડે દોય છે, નિરખતાં ભવપાર.
ઢાલ ૮ [૧] થલપતિ = લિપતિ-ભૂમિનો સ્વામી-રાજા. જેમ ત્રીજી ઢાળની ૧૫થી ૩૦ ગાથામાં અમદાવાદની જુદી જુદી પોળોનાં જિનમંદિરો વર્ણવ્યાં છે તેમ આ આઠમી આખી ઢાળમાં પાટણના જુદા જુદા વાડા-પાડાનાં જિનમંદિરો બતાવ્યાં છે. એ રીતે પાટણના ઇતિહાસના અભ્યાસીને આ ઢાળ ખૂબ ઉપયોગી થાય એમ છે. [૧૧] ધાતુમેં ધાતુમય-ધાતુની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org