________________
૪૨૬
પાટણનાં જિનાલયો
આનાવાડઈ જાસું, પૂજ કરી ગુણ ગાસું,
પ્રતિમા સાતમું સોહઇ, ત્રેવીસમુ જિન મોહિ. હદૂ પારષિ ઘરિ ભણી છે, ત્રણિ પ્રતિમા તિહાં થણીઇ,
શાંતિનાથ પૂજા કરીઇ, સયલ સિધ્ધિ સુષ ભરી. મહિતા હાદા કૂઅરજી, તસુ ઘરિ બે પ્રતિમા પૂજી,
નીલ વર્ણ સિરઇ પાસ, વંછિત પૂરઈ આસ. પૂજ રચી જઇ તિહાં ચંગિ, સંઘ સહૂ મિલી ગિ,
ભગતિ જુગતિ બહૂ વિસ્તર, મણીરથ પૂરઈ જિણેસર.
૭૯
અઢાર દેહરાસુર અતિ ભલાં દેહરા તેર વષાણિ,
છઠિ ઢાલિ પ્રકાસીયા ઇમ એકત્રીસઈ જાણિ. ત્રણિસઈ છ પ્રતિમા સહી પૂજી આણંદપૂરિ,
જે મન માહિ સમરસિઈ તેહનાં દુર્ગતિ દૂરિ. છત્રીસ સતર ભેદસ્ પૂજા કીધી ચંગિ, પંચશબ્દ નિરઘોષસું નિતુ નવુ ઉચ્છવ ગિ.
ઢાલ પાટણ નગર વખાણીઇ એ, જિનવંદન અવર ન બીજુ કોઇ,
જિન ભવન રુલીઆમણૂ એ, જિન અતિહ અનોપમ હોઇ. બાહૂ દેહરા દપતા એ, જિન નિરખતા અતિ આણંદ,
દેહરાસુર અતિ સોભતા એ, જિન સોલ કલા જિમ ચંદ. ઉગણહત્તરિ વદ્યા સહાય, હીયાઇ ધરીય વિવેક,
સર્વ થઈ સંખ્યા સણુ એ, જિન એકસુ સાઠિનઈ એક. પ્રતિમાની સંખ્યા કહી એ, જિન ચુવીસસઈ અડત્રીસ,
પૂજા કીજઈ હરષશું એ, નશિ દન નામું સીસ. પ્રસિધ્ધ દેહરાસુર જૈ સુણ્યા એ, જિન તે સંખ્યા એ સાર.
ઘરિ ઘરિ જિન પ્રતિમા ભલી એ, વંદન કહિતુહૂં ન લહૂ પાર. નસિ દિન તે વંદન કરુ એ, જિન વલીય ગામોગર દેવ,
સાસય અસાસય જે પડિમા ભવિ ભવિ દેયો શેવ. વિનતડી પ્રભુ હૂ કરુ એ, માયા કરું ભગવંત,
કર્ખ વશિ બહૂ પરીભમિઉ એ, તારણ તું અરીહંત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org