________________
૩૯૦
૧૩૧૪
૧૩૨૭
આસપાસ
૧૩૩૯
૧૩૪૧
પછી
૧૩૪૯
૧૩૫૪
૧૩૫૬
૧૩૬૦
૧૩૭૧
૧૩૭૬
Jain Education International
-
=
પાટણનાં જિનાલયો
અંચલગચ્છની વલ્લભીશાખાના અજિતસિંહને આચાર્યપદ મળ્યું. તેમણે પંદર શિષ્યોને આચાર્યપદ આપ્યું.
માંડવગઢના મંત્રી પેથડકુમારે જુદાં જુદાં સ્થાનોમાં ૮૪ જિનપ્રાસાદો બંધાવ્યા હતાં. પેથડ આ ધર્મઘોષસૂરિનો ભક્ત હતો. તેમના શિષ્ય સોમપ્રભસૂરિના શિષ્ય આ સોમતિલકસૂરિએ આ સમસ્ત જિનપ્રાસાદોના વર્ણનરૂપે ‘પૃથ્વીર સાધુપ્રતિષ્ઠિત જિનસ્તોત્ર' બનાવ્યું છે તેમાં ૬૮મી નોંધમાં ‘ગુજરાત-પાટણમાં ભ પાર્શ્વનાથ' એમ વર્ણન છે.
૧. આ અજિતસિંહસૂરિનો સ્વર્ગવાસ.
૨. વલ્લભીશાખાના શ્રી દેવેન્દ્રસિંહને ગચ્છેશપદ પ્રાપ્ત થયું.
ખરતરગચ્છના આ જિનપ્રભસૂરિ તપાગચ્છની પોષાળમાં ઊતર્યા અને ત્યાં તપાગચ્છના આ સોમપ્રભસૂરિ સાથે પ્રેમાલાપ થયો.
આ અમરચંદ્રની મૂર્તિની પ્રતિષ્ઠા ચૈત્ર વદિ ૬ને શનિવારે પં. મહેન્દ્રશિષ્ય મદનચંદ્રે કરી હતી જે ટાંગડિયાવાડાના મંદિરમાં વિરાજમાન છે. બાદશાહ અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલક્ખાને ગુજરાતના પાટણ ઉપર ચડાઈ કરી અને કર્ણદેવ વાઘેલાને નસાડ્યો.
વાઘેલા કરણઘેલાના નાગર પ્રધાન માધવે અલાઉદ્દીન બાદશાહની સેનાનો પાટણમાં પ્રવેશ કરાવ્યો. ગુજરાતમાં હિન્દુ રાજ્યનો અંત આવ્યો. પ્રાચીન ગુજરાતની જાહોજલાલી અને ભવ્યતાનું છેલ્લું પ્રકરણ પૂરું થયું.
પં. વિનયસાગરગણિએ સંસ્કૃતમાં ‘ગૂર્જર દેશરાજાવલી' રચી છે તેમાં જણાવ્યું છે કે સૂબા અલકખાને પાટણનો કિલ્લો બંધાવ્યો.
૧. પાટણના શાહ સોદાગર સમરાશાહ ઓસવાળે શત્રુંજય મહાતીર્થનો ૧૫મો મોટો ઉદ્ધાર કરાવ્યો.
૨. સંઘવી દેશલે ગુરુની આજ્ઞા લઈ, મુહૂર્ત, જોવરાવી, દેશોદેશ આમંત્રણ મોકલી શુભ દિવસે પાટણથી શત્રુંજયનો છરી પાળતો સંઘ કાઢ્યો. ગુજરાતના સૂબા અલકખાને સંઘની રક્ષા માટે મોટું સૈન્ય સાથે મોકલ્યું.
૩. વલ્લભીશાખાના દેવેન્દ્રસિંહનો ૭૨ વર્ષની વયે સ્વર્ગવાસ થયો.
૪. વલ્લભીશાખાના આ ધર્મપ્રભને ગચ્છનાયકપદ મળ્યું.
સિદ્ધસૂરિ સંઘ સહિત પાટણ આવ્યા. આઠ દિવસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે સંઘને ખમાવી, અનશન કરી ચૈત્ર સુદ ૧૩ના દિને સ્વર્ગે ગયા. લોકોએ મૃત્યુ મહોત્સવ આદર્યો. એકવીસ મંડપવાળું વિમાન બંધાવી તેમાં સૂરિશરીર રાખ્યું. વાજિંત્રો સાથે વિમાન કાઢ્યું, ચંદન અગર કપૂરથી અગ્નિસંસ્કાર કર્યો.
For Personal & Private Use Only
www.jainelibrary.org