________________
૨૩
પાટણનાં જિનાલયો પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે : મહૂકર મનહ મનોરથ પૂરઇ, પાસ પંચાસર) ભાવવિચૂરઇ,
સાર સંસારઈ લેમિ. સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પંચાસરા પાર્શ્વનાથનો નિર્દેશ નીચે મુજબ થયેલો છે :
પંચાસર શ્રી પાસ આગ્ધાપૂરણ, જિન પ્રતિમા નવ વાંદીઇ એ
હરણ્યા હીયા મઝારિ, હરષ ભવનિ જઈ જિન દેખી આણંદીઆ એ ૬૨ સં. ૧૯૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પંચાસરા પાર્શ્વનાથનો ઉલ્લેખ મળે છે :
પંચાસરઇ પાટકિ અછાં એ, ઘુરિ વીર જિનવર સાર તુ. નવ પ્રતિમા નંદી કરી એ, વાસુપૂજય જુહારિ તુ ||૧૮ સતાવીસ બિંબ તિહાં નમી એ, પંચાસરુ પ્રભુ પાસ તુ.
અવર સાત જિનવર નમું એ, વંછિત પૂરઇ આસ તુ ૧૯ો. સં. ૧૬૫રના આસો સુદ ૧૫ ને બુધવારે પુંજા ઋષિએ આરામશોભાચરિતની પ્રશસ્તિમાં પ્રારંભે પાટણના દેવ-ગુરુ ભક્ત શ્રાવકોના ગુણગાન કરીને શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ પાટણના તીર્થોની સ્તુતિ કરી છે.
સં. ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે ગૂંથેલી ૩૬૫ પાર્શ્વજિનનામમાલામાં તેમણે શ્રી પંચાસરા પાર્થ પ્રભુનું પણ નામ ગૂંચ્યું છે.
સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે ગાયેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં પણ આ પાર્થ પ્રભુનો નામોલ્લેખ છે.
સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે પણ ૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ
સે સ્તવનમાં આ પ્રભુનો નામનિર્દેશ કરેલો છે.
સં. ૧૯૮૫ના આસો માસમાં કવિ ઋષભદાસે રચેલા હીરવિજયસૂરિરાસમાં શ્રી હીરવિજયસૂરિએ આ પાર્થ પ્રભુને જુહાર્યાની નોંધ કરી છે.
સં. ૧૬૮૯માં પોષ વદ ૧૦ને દિવસે શ્રી ગુણવિજયના શિષ્ય રચેલાં ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનો પણ નામનિર્દેશ કરેલો છે.
૧૭મી સદીમાં જ રચાયેલા રત્નકુશલરચિત પાર્શ્વનાથ સંખ્યા સ્તવનમાં પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથનો નામોલ્લેખ જોવા મળે છે.
- સં. ૧૭૨૧માં મેઘવિજય ઉપાધ્યાયે રચેલી શ્રી પાર્શ્વનાથ નામમાલામાં પણ આ તીર્થનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org