________________
૨૦
પાટણનાં જિનાલયો કહેવાય છે કે મૂળનાયકનું મુખ ગામ તરફ હતું તેથી સંઘ દુઃખી હતો. પરિણામે ૪૩ વર્ષ પૂર્વે પુન:પ્રતિષ્ઠા થયેલી અને મુખની દિશા બદલવામાં આવેલી.
જિનાલયના રંગમંડપમાં જમણી બાજુ દીવાલ પર ગુજરાતીમાં એક લેખ કોતરવામાં આવ્યો છે જે નીચે પ્રમાણે છે :
આ પત્રાવર્ત મહાપ્રાસાદમાં પ્રતિષ્ઠિત શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનનું બિંબ પૂર્વે પંચાસર ગામમાં બિરાજમાન હતું. જૈનાચાર્ય પુરન્દર શ્રી શીલગુણસૂરિથી પ્રભાવિત થયેલ આઘ ગૂર્જર રાજય સ્થાપક વનરાજ ચાવડાએ તે સમયે ત્યાં એક મંદિર બંધાવ્યું. તેમાં તેણે ગુરુભક્તિપૂર્ણ ચિત્તથી આ બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. મોગલોના આક્રમણથી ધ્વસ્ત થયેલ અણહિલપાટણની પુનર્રચના વિક્રમની ચૌદમી સદીમાં થઈ. તે સમયે આ જ બિંબને અપ્રહાર પ્રતોલી સમીપ આવેલ એક મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ હતું. ત્યાં આશરે ત્રણ સૈકા બિરાજમાન રહ્યા બાદ તેની પ્રતિષ્ઠા એક કાષ્ઠમેય પ્રાસાદમાં કરવામાં આવી હતી. તે કાષ્ઠમય પ્રાસાદની જગાએ જ આ પંચાસરા પાર્શ્વનાથ ભગવાનથી પ્રતિષ્ઠિત પદ્માવર્ત મહાપ્રાસાદ શોભી રહ્યો છે. વિશાળ ભૂમિગૃહ અને તેને આચ્છાદિત કરતી બાવન જિનાલય માટે બંધાવવામાં આવેલી વિશાળ જગતી(બેસણી)વાળા કલાકારીગરીના નમૂનારૂપ અને ગુજરાતના ગૌરવસમાં આ પ્રાસાદનું નવનિર્માણ પાટણની શ્રીમાલ જ્ઞાતિમાં જન્મેલા બાબુ નામથી ઓળખાતા મુંબઈનિવાસી ભારતના કુશળ ખ્યાતનામ ઝવેરી શેઠ શ્રી પન્નાલાલ પૂરણચંદે વિક્રમ સંવત ૧૯૫૫માં આપેલા આદેશ અનુસાર એમણે એ અર્થે અર્પણ કરેલ ૭ લાખ ૨૦ હજાર રૂ. ખર્ચ થયેલ. આ દેરાસરના કામ માટેના સ્થપતિ તરીકે તેઓએ પાલીતાણાનિવાસી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાની પસંદગી કરી. પુનઃપ્રતિષ્ઠા સં. ૨૦૧૧ જે. સુ. ૫
પ્રતિષ્ઠા કરાવનાર : આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ મ. સાહેબ પ્રતિષ્ઠા કરાવનાર : બાબુ વિજયકુમાર ભગવાનલાલ અને ધર્મપત્ની કમળાબાઈના
હાથે.
ખાતમુહુર્ત : સં૧૯૯૮ બાબુ મોહનલાલ પનાલાલ”
મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથના ગભારાની તદ્દન નીચે ભોંયરામાં એક શિવલિંગ છે જેમાં જવા માટે છેક પાછળથી રસ્તો છે. મૂળનાયક ભગવાનની પૂજા કર્યા બાદ પૂજારી શિવલિંગની પણ પૂજા કરે છે.
| ઉપરાંત જિનાલયની પેઢીની ઑફિસ પાસેથી આગળ વધતાં, ડાબી બાજુએ વિશાળ મેદાન છે જેમાં થઈને આયંબિલશાળામાં જવાય છે. વળી, આ જ કંપાઉંડમાંથી અન્ય ચાર જિનાલયોમાં તથા ગુરુમંદિરમાં પણ જઈ શકાય છે. ૧. ભીડભંજન પાર્શ્વનાથ, ૨. ચિંતામણિ પાર્શ્વનાથ, ૩. મહાવીરસ્વામી, ૪. નવખંડા પાર્શ્વનાથ અને ૫. ગુરુમંદિર. તદુપરાંત ટ્રસ્ટ તરફથી અહીં ભાથાખાતું ચાલે છે. તે પણ આ કંપાઉંડમાં જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org