________________
૨૫૦
ઝવેરીવાડો
વાડી પાર્શ્વનાથ - આદેશ્વર (સં ૧૬૫૨)
ઘીવટો વિસ્તારમાં આવેલા ઝવેરીવાડામાં શ્રી વાડી પાર્શ્વનાથનું શિખરબંધી ભવ્ય, ઊંચું જિનાલય આવેલું છે. જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારથી પગથિયાં ચડતાં જ ડાબી બાજુ આરસનો એક લેખ કોતરેલો છે જેમાં જીર્ણોદ્ધારની વિગતો નીચે મુજબ છે :
પાટણનાં જિનાલયો
“ૐૐ અર્હમ્ શ્રી વાડી પાર્શ્વનાથાય નમઃ
શ્રી વાડી પાર્શ્વનાથ જિનાલય ચતુર્મુખ પ્રાસાદ, ઝવેરીવાડો, પાટણ. પ્રથમ પ્રારંભ કર્તાઃ મંત્રી ભીમ સંતાની ઓસવાલ જ્ઞાતીય શા કુંવરજી અમરદત્ત સંવત ૧૬૫૧ માગશર સુદ ૮ સોમવારે પૂર્વાભાદ્રપદનક્ષત્રે સંવત ૧૬૫૨ વૈશાખ વદી ૧૨ ગુરુવારે રેવતી નક્ષત્રમાં બૃહતખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા. મૂલથી પુનરુદ્ધાર પ્રારંભઃ સંવત ૧૯૬૪ વૈશાખ સુદ ૧૦ રવીવારે. પ્રતિષ્ઠા સંવત ૧૯૭૪ વૈશાખ સુદ ૩ સોમવારે ક્રિયોદ્ધા૨ પન્યાસ શ્રી સત્યવિજયગણિ સંતાનીય પં. શ્રી રત્નવિજયગણિ- ના શિષ્ય પં. શ્રી ભાવવિજયગણિ હસ્તક વાસનિક્ષેપ. કુલ ખર્ચ રૂ. ૧૦૦૦૦૦, શાહ પોપટલાલ હેમચંદના ધર્મપત્ની હરકોરબહેન તરફથી આરસની ચોરસીના રૂ. ૪૦૦૦ અર્પણ. શા ચુનીલાલ નાનચંદ તથ મોતીલાલ નાનચંદ તરફથી ગભારામાં તોરણના રૂ. ૨૫૦૦. લી શ્રી સંઘનો સેવક ઓસવાલ જ્ઞાતીય શાહ વાડીલાલ હીરાચંદ ઠે. મારફતીયા મહેતાનો પાડો, પાટણ'
ઉપરાંત અહીં આરસનો એક પ્રાચીન શિલાલેખ છે. (જુઓ ફોટોગ્રાફ નં ૩૫) તેના પર નીચે મુજબનું લખાણ વાંચી શકાય છે ઃ
Jain Education International
‘૬ સ્વસ્તિ શ્રી વાડીપુરપાર્શ્વજિનસંઘચૈત્યકારાય ॥ લક્ષ્મીઉદય શ્રેયઃ । પત્તનસંસ્થઃ કરોતુ સદા | શ્રી વાડીપુરપાર્શ્વનાથચૈત્યે શ્રી બૃહતખરતરગુરુપટ્ટાવલી લેખન પૂર્વ પ્રશસ્તિર્લિષ્યતે । અર્ધું નત્વા । પાતિસાહિશ્રીઅકબર૨ાજ્યે શ્રીવિક્રમનૃપસમયાતીસંવતિ ૧૬૫૧ માર્ગશીર્ષસિતનવમીદિને સોમવારે પૂર્વ ભ(ભા)દ્રપદનક્ષત્રે શુભવેલાયાં આદિ પ્રારમ્ભઃ ॥ શાસનાધીશશ્રીમહાવીરસ્વામીપટ્ટાવિછિન્ન પરંપરયા ઉદ્યતવિહારો[દ્યોતિ શ્રી []ઘોતનસૂરિ | તત્પ‰પ્રભાકરપ્રવરવિમલદણ્ડનાયકકારિતાર્બુદાચલવસતિપ્રતિષ્ઠાપકશ્રીસીમંધરસ્વામિશોધિતસૂરિમન્ત્રારાધક શ્રી વર્ધમાનસૂરિ । તત્પટ્ટપ્રભાકરઅણહિલ્લપત્તનાધીશદુર્લભરાજસંસઐત્યવાસિપક્ષવિક્ષેપાઽશીત્યધિકદશશતસંવત્સરપ્રાપ્ત ખરતરબિરુદ શ્રી જિનેશ્વરસૂરિ ॥ તત્પટ્ટ | શ્રી જિનચંદ્રસૂરિ ॥ તત્પટ્ટ શાસનદેવ્યુપદેશપ્રકટિ- દુષ્ટકુષ્ટપ્રમાથહેતુસ્તમ્ભનપાર્શ્વનાથનવાંગીનૃત્યાઘનેકશાસ્રકરણપ્રાપ્તપ્રતિષ્ઠ શ્રી અભયદેવસૂરિ ॥ તત્પટ્ટ લેખરુપદશકુલકપ્રેષણપ્રતિબોધિતવાગડદેશીયદશસહસ્રશ્રાવકસુવિહિતહિત કઠિનાક્રિયકરણપિણ્ડવિશુદ્ધાદિપ્રકરણપ્રરુપણજિનશાસનપ્રભાવક શ્રી જિનવલ્લભસૂરિ ॥ તત્પ‰ સ્વશક્તિવશીકૃતચતુઃષષ્ટિયોગિનીચક્રદ્વિપંચાશદ્વીરસિન્ધુદેશીયપીરઅમ્બડશ્રાવકલિખિતસ્વર્ણાક્ષરવાચનાવિભુતિયુગપ્રધાનપદવીસમલંકૃતપંચનદીસાધક શ્રી જિનદત્તસૂરિ ॥ તત્પ‰ | શ્રીમાલઉશવાલાદિપ્રધાનશ્રીમહતીયાણપ્રતિબોધકનરમણિમંડિતભાલસ્થલ શ્રી જિનચંદ્રસૂરિ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org