________________
પાટણનાં જિનાલયો
૨૪૯
શ્રી વાસુપૂજય સાંમીને તખતે બેસાડનાર : ભંડારી ચુનીલાલ મગનલાલ
અણી ચારે મહારાજની પ્રતિષ્ટા : શ્રી આડ મુનીમહારાજ કાંતીવિજયના ઉપગારથી શ્રી વડોદરાવાલા ઝવેરી ગોકલભાઈ મુલચંદના હાથે પ્રતીષ્ઠા થઈ છે.
આ દેરાસરો મીતી સં. ૧૬૫૫થી સં. ૧૯૬૧ની સાલ સુધી સંમા પુરણકામના એકંદર ખરચના ૩૧૦૦૦/ રૂા.ના આસરે ધ્યું છે. હજી થોડું કામ રૂા. ૧૫000/ના આસરેનું બાકી છે.
આ કામ શ્રી સંઘની હેમાતથી અગર શ્રી જવેરીવાડાના હાથે જાત મેનતથી સંમપુરણ કામ કરુ છે. તમોને સરવે ભાઈઓને ધન છે.
મીસ્ત્રી સલાટ - ઈજનરામ વીકમદાસ આ લેખ : સં. ૧૯૬૧ના ફાગણ સુદો રને વા. બુધે લખો છે.”
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આદેશ્વરના જિનાલય ધાબાબંધી હોવાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સોળ આરસપ્રતિમા અને અઠ્ઠાવન ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પગલાંની પાંચ જોડનો ઉલ્લેખ થયેલો છે. જ્યારે નારંગા પાર્શ્વનાથના જિનાલયને પણ ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં અગિયાર આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમાં બિરાજમાન હતી અને પગલાંની નવ જોડનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી દર્શાવેલી છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં માત્ર નારંગા પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલય ઘુમ્મટબંધી દર્શાવેલું છે. પાંત્રીસ આરસપ્રતિમા તથા ચોર્યાસી ધાતુપ્રતિમા બિરાજમાન હતી. સંભવ છે કે સંયુક્ત જિનાલયની તમામ ગભારાઓની પ્રતિમા ગણતરી એક સાથે થયેલી હોય. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ ઝવેરી મણિલાલ સૂરજમલ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી જીવણભાઈ મણિલાલ ઝવેરી, શ્રી ચેતનકુમાર કાંતિલાલ ઝવેરી તથા મુંબઈનિવાસી શ્રી વિનોદભાઈ પોપટલાલ શાહ અને શ્રી સતીશકુમાર ચંદુલાલ હસ્તક છે.
ટૂંકમાં અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય પૈકી નારંગા પાર્શ્વનાથનું જિનાલયનો સમય સં. ૧૬૫૫નો છે. જો કે નારંગા પાર્શ્વનાથ સં. ૧૫૭૬ પૂર્વેના છે. તથા આદેશ્વરનું જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું, વાસુપૂજયસ્વામી સં. ૧૯૫૯ પૂર્વેના તથા શામળા પાર્શ્વનાથ સં. ૧૯૬૭ પૂર્વેના સમયના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org