________________
૨૪૪
પાટણનાં જિનાલયો
એકસો સડતાલીસ, જિહાં પ્રતિમાય છે રે, કે જિહાં પ્રતિ ચોમુખ વંદી જિનરાજ, ઋષભ નમી એ પછે રે, ઋષભ નમીટી/૧૦ના દોસતને પણયાલીસ, જિન પ્રતિમા તિહાં રે, કે જિન પ્રતિ પંચ બંધવનું દેહરુ, લોક કહે તિહાં રે ! કે લોક ||૧૧||
ઢાલ //રા દેશી હડીયાની દેહરાસર તિહાં એક, દેહરાસર સુવિશેષ | શેઠ ભુજબળતણું એ, કે દિસઈ સોહામણું એ
||૧|| નારિંગપુર વર પાસ, જાગતો મહિમા જાસ |
દોસત બિંબ ભલા એ, પણયાલીસ ગુણ નિલાએ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં વાડી પાર્શ્વનાથ (ચૌમુખી) તથા આદેશ્વર અને નારંગાપાર્શ્વનાથનું સંયુક્ત જિનાલય – એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હતાં :
પોલે વડી પોસાલનઈ, પ્રાસાદ દોય ઊતંગ. લ. ચઉમુખ વાડીપાસજી, જિહાં નિતનિત ઓછરંગ. લ૦ ૯ પાઠ બીજે જિનમંદિર જઈ, રીષભ નિણંદ જોહાર. લ.
પાસ નારંગી નિરખતાં, ઉપનો હરષ અપાર. લ. ૧૦ પાઠ સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં પોસાલવાડામાં ત્રણ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે :
ખરાકોટડીઈ ચ્યાર છે, પોસાલવાડે ત્રિણ જોય; સં. ૧૯૫૯માં પંહીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં આ વિસ્તારનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર ઝવેરીવાડ તરીકે મળે છે. તેમાં ૧. આદેશ્વર, વાસુપૂજય, શાંતિનાથ, નારંગા પાર્શ્વનાથનું સંયુક્ત જિનાલય તથા વાડી પાર્શ્વનાથ – એમ બે જિનાલયો વિદ્યમાન હતાં.
નારંગાભિધપાર્શ્વનાથ ભવની નૌમિ પ્રમોદપ્રદે, ઝવ્હેરીયભિધાનવાડગમતું શ્રીવાસુપૂજ્ય તથા | નામેયં ચ નમામિ સર્વ જનતાસંસારતાપાપણું,
શાંતિ શાંતિકર તથૈવ જિનપં, શ્રી વાડિપાર્વાભિધમ્ ||૧રો સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ઝવેરીવાડામાં આદેશ્વર, નારંગા પાર્શ્વનાથ એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ મળે છે. ઉપરાંત તે સમયે પાંચ ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. શા. વાડીલાલ હીરાચંદ, ૨. ઝવેરી મોતીચંદ બધુચંદ, ૩. મોદી ન્યાલચંદ ઝુમાચંદ, ૪. મોદી તરભોવન રામચંદ અને ૫. ઝવેરી ચુનીલાલ ભીખાભાઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org