________________
પાટણનાં જિનાલયો
૨૪૫
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઝવેરીવાડામાં વાડી પાર્શ્વનાથ તથા નારંગા પાર્શ્વનાથ – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૦૮માં તથા સં. ૨૦૧૮માં વડીપોસાળનો પાડો અને ઝવેરીવાડો – એમ બન્ને નામથી ઓળખાતા આ વિસ્તારમાં નારંગા પાર્શ્વનાથ, વાસુપૂજ્ય સ્વામી, આદેશ્વર, પાર્શ્વનાથનું સંયુક્ત જિનાલય તથા વાડી પાર્શ્વનાથ, આદેશ્વરનું સંયુક્ત જિનાલય – એમ બે જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ મળે છે.
આજે પણ ઝવેરીવાડ વિસ્તારમાં ઉપર્યુક્ત બે જિનાલયો વિદ્યમાન છે.
ઝવેરીવાડો નારંગા પાર્શ્વનાથ (સં. ૧૬૫૫)
આદેશ્વર (સં. ૧૬૧૩ પૂર્વે) ચાર ગભારા, ચાર અલગ મૂળનાયકો હોવા છતાં પણ નારંગા પાર્શ્વનાથના જિનાલય તરીકે ગણાતું ઘુમ્મટબંધી જિનાલય ઘીવટા વિસ્તારમાંના ઝવેરીવાડામાં આવેલું છે. પ્રવેશદ્વારની સામે જ બે ગભારા છે જે પૈકી એક ગભારામાં મૂળનાયક તરીકે ૨૫” ઊંચાઈ ધરાવતી શ્રી નારંગા પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન છે. અન્યમાં મૂળનાયક તરીકે ૨૯" ઊંચાઈ ધરાવતી શ્રી આદેશ્વરની પ્રતિમા બિરાજમાન છે. રંગમંડપની બાજુની દીવાલોમાં અન્ય બે ગભારા છે જે પૈકી એકમાં ૧૯” ઊંચાઈ ધરાવતી શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અન્ય ગભારામાં ૯" ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની પ્રતિમા બિરાજે છે.
જિનાલયમાં પ્રવેશવાના દ્વારની બહારની દીવાલે આજુબાજુ અંબાડી સહિત બે હાથી છે અને થાંભલા પર બે નૃત્યાંગનાઓના શિલ્પ છે. દરવાજાની ઉપરના ભાગમાં બે હાથી સહિત કમળ પર બિરાજેલા લક્ષ્મીદેવીનું શિલ્પ છે. અંદર પ્રવેશતાં જ વિશાળ ચોક આવે છે. જિનાલયની દીવાલો પર દેવ-દેવીઓ, સુંદર રંગીન કોતરણી તથા પૂતળીઓનાં શિલ્પો છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩૬)
જિનાલયને બે મુખ્ય પ્રવેશદ્વાર છે. તે બન્નેની બારસાખ રંગીન કોતરણીવાળી છે. આજુબાજુ બારીઓ પર દેવીઓની કોતરણી છે. વચ્ચોવચ એક ગોખ છે જેમાં ક્ષેત્રપાલદાદા બિરાજમાન છે. ગોખના ઉપરના ભાગમાં દેવીની કોતરણી છે. થાંભલાની છેક ઉપર ધાબાની દીવાલો પર પરી જેવી શિલ્પાકૃતિઓ છે. તથા તેની આજુબાજુ વાજિંત્રો સાથે ઋષિઓ બેઠેલા છે જેનું રંગકામ સુંદર છે. આમ, આ શૃંગારચોકી ખૂબ ભવ્ય લાગે છે. જિનાલયમાં પ્રવેશતાં પહેલાં જમણી બાજુની ઓરડીમાં નાના કદના અંબિકાદેવીની ધાતુમૂર્તિ છે.
શ્રી નારંગા પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાં થાંભલા તથા છત ઉપર સુંદર કોતરણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org