________________
પાટણનાં જિનાલયો
૨૪૧
ઐતિહાસિક સંદર્ભ - શાહનો પાડો વિસ્તાર અગાઉ ભરથસાહાનો પાડો, સહાપાડો, સાહનો પાડો, શાવાડો, સાનો પાડો – એમ વિવિધ નામોથી પ્રચલિત થયેલો છે.
આદેશ્વરના આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. તે સમયે આ જિનાલય ઉપરાંત અન્ય બે ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. થાવરસાહનું ઘરદેરાસર ૨. શાહ સિંઘરાજનું ઘરદેરાસર.
ભરથ સાહા પાડઈ જઈ પૂજઉ પરમેસર નવ પ્રતિમાસું સોહીદ તિહાં આદિ જિણેસર ૮ થાવરસાહા તણાં ઘરિ પ્રતિમા ચ્યાર જોઈ
સાહા સિંઘરાજ તણાં ઘરિ પ્રતિમાં પાંચ હોઈ ૯ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલય ઉપરાંત અન્ય એક શાંતિનાથનું રાયસંઘનું ઘરદેરાસર વિદ્યમાન હતાં :
પાટકિ સહાનઈ એ આવી, આદિ નિણંદ તિહાં ભાવી. સત્યાસી પડિમા એ દેવી, રાયસિંઘ ઘરિ શાંતિ નિરષી I૪all સત્તરિ કંદી બિબ તિહાં વંદી, પાપ અઢારઇ નિકંદી.
કંસારવાડઇ એ દીઠા, શીતલ જિનવર બઈઠા //૪જા ત્યારબાદ સં૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ આદેશ્વરના આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
સાહના પાડામાંહી, ઋષભ જુહારીએ રે, ઋષભ જુ,
પ્રતિમા દોસત બાસી, મન સંભારીએ રે. કે મન સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ સાહને પાડે થયેલો છે. ઉપરાંત લઘુસાવાડો નામના વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
સાહને પાડે સોભતા, પ્રણમીઇ આદિ નિણંદ, લ. સુંદર મૂરતિ નિરષતાં, દુર ટલ્યા દુખ દંદ. લ૮ પા
લઘુસાવાડે ભેટીયા, શાંતિ નિણંદ અભિરામ, લક
ભેંસાતવાડે શાંતિજી, પાસિં ગૌતમસ્વામી. લ. ૧૨ પા. ત્યારબાદ સં. ૧૮૨૧માં ઉપાટ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં બે જિનાલયો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org