________________
૨૪૦
ભાઈઓ તરફથી ધજાદંડ નિમિત્તે’
રંગમંડપમાં પ્રવેશતાં સન્મુખ ૩૯” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી આદેશ્વરની સંપ્રતિ મહારાજના સમયની હોય તેવી જણાતી પ્રાચીન પ્રતિમાના દર્શન કરતાં મન આનંદનો અનુભવ કરે છે. અહીં રંગમંડપમાં નાના નાના કુલ દસ ગોખ છે. જિનાલયની સ્વચ્છતા જોઈને મન આનંદ અનુભવે છે. રંગમંડપમાં ગભારા પાસેના ડાબી બાજુના પ્રથમ ગોખમાં કાળા આરસની શ્રી મમ્માદેવીની તથા બીજા ગોખમાં પથ્થરના પગલાંની એક જોડ છે. જમણી બાજુના ગોખમાં અંબિકાદેવીની મૂર્તિ તથા બીજા ગોખમાં ચાવડા વંશના કોઈ રાજવીની આરસમૂર્તિ નજરે પડે છે.
પાટણનાં જિનાલયો
અહીં ગભારામાં કુલ આઠ આરસપ્રતિમા તથા પંદર ધાતુપ્રતિમા છે. અહીંની ધાતુપ્રતિમા પૈકી એક મૂર્તિ ઘોડા પર સવાર છે. મૂળનાયકની ડાબી બાજુ કાળા આરસનો ચોવીસ તીર્થંકરોનો પટ છે જેના પર ‘સં ૧૫૨૧ પોષ સુદ ૧૩ સોમ' જેટલા શબ્દો વાંચી શકાય છે. અહીં આરસની ત્રણ ગુરુમૂર્તિઓ પણ છે જે પૈકી એક તેરમા સૈકાની છે. અહીં આરસપ્રતિમા પૈકી બે કાઉસ્સગ્ગિયા પ્રતિમાઓ છે. ડાબે ગભારે પાર્શ્વનાથ તથા જમણે ગભારે કુંથુનાથ બિરાજમાન છે.
જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ ૧૩ને દિવસે આવે છે. અહીં રંગમંડપમાં મુખ્ય ગભારા પાસેની બે દીવાલો પર એક એક શિલાલેખ છે. તેમાંથી જીર્ણોદ્ધાર અંગેની વિગતો પ્રાપ્ત થાય છે. ડાબી બાજુની દીવાલ પર નીચે મુજબ લખ્યું છે :
“બાબુ અમીચંદ પનાલાલ આદિશ્વર ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તરફથી આ દહેરાસરમાં રૂા. ૧૭,૫૦૦/= એકંદરે સત્તર હજાર પાંચસો પૂરા જીર્ણોદ્ધારના ખરચ કરવા માટે મળેલ છે. સં. ૨૦૩૪ના અષાડ સુદ રને વાર શુક્ર તા. ૭-૭-૧૯૭૮"
જમણી બાજુની દીવાલ ૫૨ નીચે મુજબનું લખાણ છે :
“પાટણ (મારફતીયા મહેતાના પાડાના) નિવાસી શ્રી કસ્તુરચંદ સરૂપચંદના વીલે પારલે (મુંબઈ)ના શ્રી નેમિનાથ ગૃહમંદિરના દેવદ્રવ્ય ખાતા માંથી રૂા. ૯૮૦૦ના ખર્ચે સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૨૦૩૭''
અહીં રંગમંડપમાં પ્રવેશતાં જમણી બાજુ પાણીનું ટાંકું છે. તેની બાજુમાં ઉપર ચડવા માટેનો દાદર છે. પગથિયાં ચડતાં મોટી અગાશીમાં એક ગભારો છે. અહીં ગભારાની ઉપર ત્રણ ઘુમ્મટ છે. અહીં ઘુમ્મટ પર ધજા ન ચડતાં ગભારાની પાસેની દીવાલ પર ધજા ચડાવવામાં આવે છે. ધજા પૂજારીને હાથે ચડે છે.
અહીં ગભારામાં કાળા આરસના ફેફ્સ સાથેના પરિકરમાં શ્રી શાંતિનાથની શ્વેત આરસની ૧૯” ઊંચાઈ ધરાવતી પ્રતિમાના દર્શન કરતાં મન ચકિત થઈ જાય છે. વળી અહીં કાળા પરિકર પ૨ સં ૧૪૩૯ માઘ વિદ ૯ જેવું વાંચી શકાય છે. તેઓની ડાબી બાજુ પાર્શ્વનાથની કસોટીના કાળા આરસની ખંડિત પ્રતિમા છે. જ્યારે જમણી બાજુની પ્રતિમા પર લાંછન દેખાતું નથી. અહીં કુલ બાર આરસપ્રતિમા જે પૈકી ત્રણ કાઉસ્સગ્ગિયા પ્રતિમાઓ બિરાજે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org