________________
૨૩૮
પાટણનાં જિનાલયો
શાહ અનિલભાઈ ભોગીલાલ રતનચંદ પરિવાર શાહ નરેન્દ્રભાઈ ચીમનલાલ બાપુલાલ પરિવાર જીર્ણોદ્ધાર કરવાઈ શ્રી વાસુદેવભાઈ વી. સોમપુરા, પાટણ.
મુખ્ય પ્રવેશદ્વારના ઉપરના ભાગમાં સરસ્વતીદેવીને બે હાથ વડે અભિષેક કરાવતું દશ્ય છે. રંગમંડપમાં પ્રવેશતાં ડાબી બાજુ એક દેરી છે જેમાં મહારાજ સાહેબના પગલાં છે. તથા તેની પાછળ ગોખમાં પણ એક જોડ પગલાં છે જેની પર કોઈ લખાણ નથી તેથી તે કોનાં પગલાં છે તે જાણી શકાતું નથી. જમણી બાજુ ઓટલા જેવી રચના પર આરસનો ચોવીસજિનમાતૃકાપટ છે જેની પર સં. ૧૨૫૦ મહા વદી ૮ ને બુધના શુભ દિવસે બનાવ્યાનો લેખ છે. પટ જીર્ણ છે. રંગમંડપ વિશાળ છે. થાંભલાઓની વચ્ચે કમાનો પર રંગકામ છે. જિનાલયની દીવાલો પર ફાટ પડેલી છે જે ફરીથી જીર્ણોદ્ધારની આવશ્યકતા સૂચવે છે. જમણી બાજુ એક ગોખમાં પાર્શ્વયક્ષની મૂર્તિ અને ડાબી બાજુ ગોખમાં પદ્માવતીદેવીની નાની આરસમૂર્તિ છે. , "
ત્રણ ગર્ભદ્વાર પૈકી મુખ્ય ગર્ભદ્વારની સન્મુખ મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથની કસોટીના પથ્થરની ૨૭” ઊંચાઈ ધરાવતી સંપ્રતિ મહારાજના સમયની હોય તેવી નયનરમ્ય પ્રતિમા ચાંદીની છત્રીમાં બિરાજે છે. અન્ય બે મૂર્તિઓ પણ સંપ્રતિ મહારાજના સમયની હોય તેવી છે. આજુબાજુ બેઉ ગભારે આદેશ્વરની ૩૯” ઊંચાઈ ધરાવતી સુંદર મુખાકૃતિવાળી પ્રતિમા બિરાજમાન છે. આ બન્ને પ્રતિમાઓ પર કેશ જોઈ શકાય છે. ગભારામાં જમણી બાજુ અખંડ દિવો છે. અહીં કુલ બાર આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગ્ગિયા છે તથા સાડત્રીસ ધાતુપ્રતિમા છે જે પૈકી એક ચૌમુખજી છે અને અન્ય દેવમૂર્તિ છે. તે અંબિકાદેવીની મૂર્તિ છે. સિતારૂઢ, ગોદમાં પુત્રવાળી સિંહાસને આરૂઢ આ મૂર્તિ સુંદર છે.
પાટણનું આ ઘણું પ્રાચીન જિનાલય છે. સ્થાનિક માહિતી પ્રમાણે રાજસ્થાનથી રાણી ઉદયમતી તેમના કાફલા સાથે જ્યારે પાટણ આવ્યા ત્યારે આ બધી જ પ્રતિમાઓ તેમની સાથે અત્રે લઈ આવ્યા હતા. મીઠાચંદ લોધાચંદની પેઢીએ તે સમયે બધું જ કામ પૂરું પાડ્યું હતું.
આજે જિનાલયને બિલકુલ અડીને વિશાળ પીપળાના વૃક્ષની નીચે એક ચોકી ધરાવતી નાની દેવકુલિકા જેવી નાની ઘુમ્મટયુક્ત દેરીમાં શ્રી ક્ષેત્રપાલદાદા બિરાજે છે. હવન કરવા માટેની યજ્ઞકુંડ પણ સામેની બાજુએ છે.
આ દેરીની બાજુમાં નાની દેરીઓ છે. તેમાં શ્રી રામ, શ્રી ભૈરવદેવ તથા શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ છે. વળી, વૃક્ષની બાજુમાં ગણેશ, શંકર, શિવલિંગ, સાંઈબાબા, અંબિકાદેવી, શ્રીનાથજી જેવા દેવ-દેવીઓની ખંડિત મૂર્તિઓ છે. આ મૂર્તિઓની બાજુમાં નાગદેવતા બિરાજમાન છે.
આ સ્થાનની રચના પણ શેઠ શ્રી મેઠાચંદ લાલાચંદ શાહે કરાવેલ છે. જિનાલયની સ્થિતિ જીર્ણ હોવાથી હાલ જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org