________________
પાટણનાં જિનાલયો
૨૩૭
શાહવાડો શામળા પાર્શ્વનાથ (સં. ૧૬૪૮ પૂર્વે)
શેઠશ્રી મેઠાચંદ લોઘાચંદ સહપરિવાર શ્રી શામળાજી પાર્શ્વનાથ જૈન દેરાસર તરીકે ઓળખાતું આ શિખરબંધી જિનાલય શાહવાડામાં છેક અંદર ખૂણાના ભાગમાં આવેલું છે. શિખરો ત્રણ છે. બહાર મોટો કોટ છે. ઝાંપો બનાવેલ છે જ્યાંથી અંદરના પેસતાં નાનો ચોક છે. પથ્થર પર સામાન્ય કોતરણીકામ થયેલું છે. તેનું રંગકામ ઘણું જૂનું થઈ ગયું છે.
જિનાલયને ત્રણ પ્રવેશદ્વાર છે જે પૈકી જમણી બાજુ પ્રવેશદ્વારના બહારના ભાગમાં નીચે મુજબના બે લેખ છે :
લેખ ન : ૧ ગૌતમસ્વામીને નમઃ | શ્રી શામળા પાર્શ્વનાથ નમઃ | નમો નમઃ ગુરુ શ્રી નીતિસૂરયે ! અનેક જિનાલયોથી સુશોભિત પાટણ નગરીની આ પુણ્ય ધરા પર સ્વ શેઠ શ્રી મીઠાચંદ લોઘાચંદ શાહે સ્વદ્રવ્યથી શાહવાડા મધ્યે ભવ્ય જિનમંદિરનું નિર્માણ આજથી ૫૦૦ વર્ષ પહેલાં કરાવી કસોટીના આરસના પ્રાચીન ચમત્કારિક મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન આદિ પ્રાચીન જિનબિંબોની પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવસર કરાવેલ. કાળક્રમે આ જિનાલય જીર્ણ થઈ જવાથી જીર્ણોદ્ધાર કરાવવો અતિ જરૂરી જણાવાથી તેના માટે શુભ પ્રેરણા પ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિશ્વરજી મ. સા. (ડહેલાવાળા)ના શિષ્ય રત્ન પ. પૂ. મુનિરાજ શ્રી રામચંદ્રવિજયજી મ. સા. (નિરાલાજી) તથા પૂ. સાધ્વી શ્રી કનકપ્રભાશ્રીજીના શિષ્યા અમારી કુલદીપિકા પૂ. સાધ્વી શ્રી ચારૂશીલાશ્રીજી મ. સા. (ડહેલાવાળા) દ્વારા પ્રાપ્ત થઈ. જરૂરિયાત પ્રમાણે ગભારા આદિનો જીર્ણોદ્ધાર શાસ્ત્રોક્ત વિધિથી કરવા માટે મૂળનાયક સહિત શુભ મૂહુર્ત સર્વે પ્રતિમાનો પ્રવેશ કરાવેલ હતો.
લેખ નં : ૨ ન્યાયવિશારદ પપૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિશ્વરજી મ. સા.ના પટ્ટવિભૂષક સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયઘોષસૂરિશ્વરજી મ. સા. આદિ પરિવાર અમારી સૌ પ્રથમ વિનંતી સ્વીકારી પધારનાર તીર્થોદ્ધાર પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય નીતિસૂરિશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય પ્રશાંતમૂર્તિ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય મહેન્દ્રસૂરિશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન શાસન પ્રભાવક પપૂ. આચાર્યદેવ શ્રી વિજય હેમપ્રભસૂરિશ્વરજી મ. સા. આદિ સપરિવારની શુભ નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં શ્રી જિનેન્દ્રભક્તિ મહોત્સવસર વિ. સં. ૨૫૨૧, વિક્રમ સંવત ૨૦૫૧ માઘ સુદી ૧૩ સોમવાર તા-૧૩-૨-૧૯૯૫ના રોજ સ્વ. શ્રી મેઠાચંદ લોધાવંદના પરિવારે ભવ્ય ઠાઠમાઠપૂર્વક સોલ્લાસ પ્રતિષ્ઠા કરાવેલ છે.
શાહ નવીનચંદ્ર કેશવલાલ મૂળચંદ પરિવાર શાહ કિશોરભાઈ ચીમનલાલ બાપુલાલ પરિવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org