________________
૨૩૨
પાટણનાં જિનાલયો
શ્રી ધર્મેશ્વરસૂરિભિઃ કારાપિતા શુભ ”
આ લેખના સંદર્ભમાં પ્રાચીન જૈન લેખસંગ્રહ (ભાગ-૨)માં નીચે મુજબનું લખાણ છે :
“..... લેખ ભેસપતવાડામાં આવેલા ગૌતમસ્વામિના નામે પ્રસિદ્ધ મંદિરમાંની મૂલ પ્રતિમા ઉપર કોતરેલો છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે એ મૂર્તિ, નાણકીયગચ્છના આચાર્ય વિજયસેનસૂરિની છે અને તે સં. ૧૪૩૩માં ધર્મે (ને?)શ્વરસૂરિએ કરાવેલી છે. પરંતુ લોકો વગર સમજે, ફક્ત સાધુની મૂર્તિ જોઈને જ તેને ગૌતમસ્વામીની મૂર્તિ કહે છે અને એ ભ્રમમાં ને ભ્રમમાં જ હજારો રૂપિયા ખર્ચી ખાસ નવીન મંદિર તૈયાર કરાવી ગૌતમસ્વામિના નામે તેની પ્રતિષ્ઠા કરી છે !”
અહીં ધાતુપ્રતિમા સોળ છે. ધાતુપ્રતિમા પૈકી એક પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા ખાસ ધ્યાન ખેંચે છે. આ પ્રતિમાને સાત ફણા છે તથા સિંહાસનારૂઢ આ પ્રતિમાને આજુબાજુ દેવીઓ તથા ઉપર દેવીઓ ચામર ઢાળે છે.
આ જિનાલયના ઉપરના માળે અન્ય એક ગભારો છે. તેમાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીની ૩૫” ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજમાન છે. આ ગભારામાં અન્ય ત્રણ આરસપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ ભેંસાતવાડો વિસ્તારમાં અગાઉ ભઈસાતવાડો, ભઈસાતવાડો, ભસાતવાડો તરીકે ઓળખાતો હતો.
સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારનો સૌ પ્રથમ વાર ઉલ્લેખ મળે છે. તે સમયે આ વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
ભઈસાતવાડઈ શાંતિનાથ જિનવંદન કરચું
ચુપન્ન પ્રતિમા જિન તણી ભાવિ ગુણ ભણસું ૧૪ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત આ જિનાલયમાં ગૌતમસ્વામીની મૂર્તિનો ઉલ્લેખ પણ મળે છે :
પ્રતિમા બઈ નમી ભાવિ | ભઈસાતવાડઈ એ આવિ /
શાંતિ જિનાદિક છત્રીસ / ગોયમસ્વામી મણીશ //૪૮ી સં. ૧૭૨માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ભસાતવાડે શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
સોલસમો રે શાંતિજિનેસર જગજયો, ભસાતવાડે દેખી મુઝ મન સુખ થયો / પાંસઠ જિન રે તિમ વલી કલિકુંડ પાસજી, જીરાઉલ રે પૂરે વંછિત આસજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org