________________
૨૨૮
પાટણનાં જિનાલયો
ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણચૈત્યપરિપાટીમાં ખેજડાના પાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ આવે છે :
ખેજડાને પાડે શાંતિજિનેસર પાસે !
એકસો ને અડત્રીસ પ્રતિમા વંદું ઉલ્લાસે રા આજે ખીજડાના વાડામાં આવેલા આદેશ્વરના જિનાલયમાં ગર્ભદ્વારની ઉપર શ્રી રીખવદેવ પ્રતિષ્ઠા “સં ૧૯૪૭ વૈશાખ સુદ ૧૦’ – એ મુજબનું લખાણ છે.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ખીજડાના પાડામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર પ્રાપ્ત થાય છે :
વંદે જિન શ્રી પ્રતિમાદિદેવ, ભજ્યા યુતઃ ખેજડપાડસંસ્થમ્ |
યસ્યોપરિ પ્રાજયતરાતપત્ર, રૌણં ચ મુજ્યસ્તકટાક્ષતુલ્યમ્ ૧૮. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે પાંચ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૯૪૮નો દર્શાવ્યો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે ત્રણ આરસપ્રતિમા અને નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શાઇ પોપટલાલ ઉત્તમચંદ હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં રહેતા શ્રી ભરતકુમાર ગભરૂભાઈ શાહ તથા મુંબઈનિવાસી શ્રી નરેન્દ્રકુમાર મંગળદાસ શાહ તથા બાબુલાલ છોટાલાલ શાહ હસ્તક છે.
અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં૧૯૪૭-૪૮ના સમયનું છે.
તરભોડાપાડો શાંતિનાથ (સં. ૧૬૧૩ પૂર્વે)
તરભાડાપાડામાં અંદરના ભાગમાં શ્રી શાંતિનાથનું બે મજલાવાળું ધાબાબંધી જિનાલય આવેલું છે. જિનાલયનો ઉપરનો માળ ખાલી છે.
ચાર પગથિયાં ચડી અંદર પ્રવેશતાં મોટો ચોક આવે છે. ચોકમાં સામે એક જાળીવાળી રચનામાં ખંડિત મૂર્તિઓ તથા આઠ પગલાંની જોડ છે. તે પૈકી એક જ આરસમાં સં. ૧૮૪૧નો લેખ ધરાવતા શ્રી જિનકુશલસૂરિ, શ્રી જિનચંદ્રસૂરિ, શ્રી જિનલાભસૂરિ તથા મુનિ શ્રી વર્ધમાનના પગલાંની ચાર જોડ છે. સં. ૧૬૬૦નો લેખ ધરાવતાં શ્રી કુમારસુંદરગણિના પગલાં, સં. ૧૬૭૩નો લેખ ધરાવતા પગલાં છે. અન્ય બે પગલાંની જોડ પર કોઈ લેખ નથી. ખંડિત મૂર્તિઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org