________________
૨૧૮
પાટણનાં જિનાલયો
બિરાજે છે. પ્રતિમા અને પરિકર બને અલગ છે. પરિકર પર નીચે પ્રમાણે લેખ છે :
સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદી ૭ સોમે અહ શ્રી પત્તન મધ્યે શ્રી શ્રીમાળી જ્ઞાતીય બોરડિયાવાટકે દોડ શ્રી રહીઆ ભાવ ચંપાઈ સુત દો. દેવા ભાર્યા હર્ષાઈ સુત દો. રાયમલ્લ દો. શ્રી દેવા દ્વિતીય ભાર્યા લાઉ સ્વધર્મશ્રેયસે શ્રી શીતલનાથ બિંબ કારાપિત શ્રી સિદ્ધાંતીગચ્છ ભટ્ટારક શ્રી જયસુંદરસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ શુભ ચિરાયુ: ”
ઐતિહાસિક સંદર્ભ કુંભારિયાપાડામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. તે અગાઉ સં૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કુંભારિયાપાડામાં બે ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે. ૧. શાંતિનાથ (સોની અમીચંદના ઘરે) અને ૨. વછૂ ઝવેરીનું ઘરદેરાસર.
પાટકિ કુંભારીઈ પેલી રે, સોની અમીચંદ ઘરિ જિન નિરજી. શાંતિજિન હઈઈ ઘરિઉ રે, સતર જિનપું પરિવરીઉં ||૩|| વછૂ જવહિરી ઘરિ દીઠા રે, ચુવીસ જિનવર બાંઠા.
જિનપૂજા ભાવઇ કીજઇ રે, સમકિત લાહઉ લીજઈ |૩૬ll સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
કુંભારીએ આદિનાથ, પ્રતિમા એકાશી સાથ. '
દેહરે કોરાણીએ, તિહાં પ્રતિમા ઘણી એ /પા. તે સમયે પણ આ જિનાલયની કલાત્મક કોતરણીનો ઉલ્લેખ થયેલો છે.
સં ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ આ વિસ્તારમાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
કુંભારિયા પાડા માંહિ, આદિ જિનેસ્વર દેવ. લ.
મહતાની પોલિ શાંતિજી, જસ કરે સુરનર સેવ. લ. ૧૬ પાઠ સં. ૧૮૨૧માં ઉપાટ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કુંભારપાડામાં એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
એક ગૌતમપાડે તથા, દોય સાવાડે જોય;
મહેતા તંબોલી કુંભારને, પાડે ઈક મન આણિ સં. ૭ ત્યારબાદ સં. ૧૫૯માં પંહીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કુંભારપાડામાં આદેશ્વર તથા ભટેવા પાર્શ્વનાથ – એમ બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org