________________
પાટણનાં જિનાલયો
૨૧૭
ઉપરાંત આરસનાં પગલાંની બે જોડ પણ છે. વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી દેવદત્તભાઈ બાબુલાલ જૈન તથા શ્રી પ્રકાશભાઈ કાંતિલાલ શાહ હસ્તક છે.
અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં૧૬૪૮ પૂર્વેનું છે.
કુંભારિયાપાડો
આદેશ્વર (સં. ૧૬૫૭ આસપાસ) ઘીવામાં આવેલા કુંભારિયાપાડાના ખૂણામાં મૂળનાયક શ્રી આદેશ્વરનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
મુખ્ય પ્રવેશદ્વાર તથા તેના થાંભલા પર દ્વારપાળ અને પૂતળીઓ છે તથા બારસાખ પર સુંદર રંગીન કોતરણી છે. રંગમંડપ ખૂબ જ સાદો અને આરસના થાંભલાવાળો છે. જો કે રંગમંડપની મધ્યે ઘુમ્મટની છત પર ખૂબ જ બારીક કાષ્ઠની કોતરણી જિનાલયની શોભાને વધારે છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩૦) થાંભલા પર કાષ્ઠની નર્તકીઓ છે. તેની ઉપરના ભાગમાં એક પટ્ટામાં શ્રી નેમિનાથનો વરઘોડો, પાછી ફરતી જાન તથા પ્રભુએ લીધેલ દીક્ષાના પ્રસંગને કાષ્ઠમાં કોતરવામાં આવેલ છે. તેની ઉપરના ભાગમાં ચોવીસ તીર્થંકરની મૂર્તિઓ કાષ્ઠમાં ઉપસાવવામાં આવેલ છે અને છેક ઉપરના ભાગમાં નૃત્યાંગનાઓની શિલ્પાકૃતિઓ દષ્ટિગોચર થાય છે. આ કોતરકામ એકરંગી છે. એટલે કે કાષ્ઠની ઉપર થતી પૉલિશનો છીંકણી રંગ છે. જિનાલયની સાર સંભાળ રાખતા એક શ્રાવકભાઈ સાથે રૂબરૂ વાતચીત પરથી જાણવા મળેલ કે આ કોતરણી ઘણી પ્રાચીન છે. તેના પર હાલ જે રંગ હયાત છે તે પણ પુરાણું કામ છે. સમયાંતરે તેઓ તેની સાફ સફાઈ કરવામાં ખાસ કાળજી રાખે છે. જાળવણી માટેની આ દરકાર દાદ માંગી લે તેવી છે. રંગમંડપમાં આવેલા ઘણા સ્તંભો પૈકી દરેક બે સ્તંભોની મધ્ય ભાગમાં પણ કાષ્ઠના આવા એકરંગી કોતરણીવાળા ટોડલાઓ છે જેમાં મોર, હાથી, પોપટને વિશિષ્ટ કારીગરીથી કંડારવામાં આવ્યા છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩૧, ૩૨ અને ૩૩)
રંગમંડપમાંના એક ગોખમાં ચાંદી પર ઉપસાવેલ એક પટ જોવા મળે છે. તેમાં એક સાથે પાંચ તીર્થો-આબુ, અષ્ટાપદ, ગિરનાર, શત્રુંજય અને વરકાણા–નો સમાવેશ કરવામાં આવેલ છે, એ તેની વિશિષ્ટતા છે.
ત્રણ ગર્ભદ્વાર કોતરણીવાળા છે. અહીં ૩૧” ઊંચાઈવાળી શ્રી આદેશ્વરની પ્રતિમા ચાંદીની છત્રીમાં બિરાજે છે. અહીં કુલ નવ આરસપ્રતિમા તથા પચીસ ધાતુપ્રતિમા છે. ઉપરાંત અહીં આરસનો એક માતૃકાપટ છે. આરસનું એક યંત્ર છે. અહીં ડાબે ગભારે પાર્શ્વનાથ તથા જમણે ગભારે શાંતિનાથ બિરાજે છે. ધાતુપ્રતિમા પૈકી એક પંચતીર્થી ધાતુપ્રતિમા તેની ૨૫”ની ઊંચાઈની દૃષ્ટિએ ઉલ્લેખપાત્ર છે. તેનું પરિકર ખંડિત છે. આ પરિકરમાં કુંભારિયાપાડાના સુપાર્શ્વનાથના ઘરદેરાસરમાં છે તેવી જ સુમતિનાથની સં. ૧૪૮૯નો લેખ ધરાવતી પ્રતિમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org