________________
પાટણનાં જિનાલયો
૨૦૯
“સંવત ૧૮૨૮ના વર્ષ ફાગણ સુદી ર શુક્ર પત્તન શ્રીમાળી જ્ઞાતિય વસા દોશી લક્ષ્મીચંદ સુત મલકચંદ સુત તુસાલચંદન શ્રી કુંથુનાથ બિંબ કારાપિત શ્રી....... સ્વશ્રેયસે પ્ર”
આ ઘરદેરાસરમાં કપચીકામ તથા દીવાલ પર ચિત્રકામ થયેલું છે. ઘરદેરાસર હાંડીઓથી શોભે છે. કારતક વદ બીજની વર્ષગાંઠના દિવસે અહીં સ્નાત્ર ભણાવાય છે.
પાલીતાણામાં આવેલી પાપ પુણ્યની બારી સાથે આ ઘરદેરાસરને કોઈ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસરમાં આદિનાથ મૂળનાયક તરીકે વિદ્યમાન હોવાની નોંધ છે. જયારે હાલ આ ઘરદેરાસરમાં મળે પદ્મપ્રભુની ધાતુપ્રતિમા બિરાજે છે. ઘરદેરાસર શાહ ચીમનલાલ જેશીંગભાઈના ઘરદેરાસર તરીકે પ્રચલિત હતું. તે સમયે ગૌતમસ્વામીની ધાતુમૂર્તિનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત લાકડાની કોતરણીની પણ નોંધ છે. ઘરદેરાસરમાં પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મણિયાતી પાડામાં શા. જેશીંગભાઈ ત્રિભોવનદાસ પરિવારનું ઘરદેરાસર દર્શાવ્યું છે. ત્યારે પણ પાંચ ધાતુપ્રતિમા બિરાજમાન હતી જે આજે પણ યથાવત્ છે. આજે આ ઘરદેરાસરનો વહીવટ મુંબઈનિવાસી શ્રી નવનીતલાલ મણિલાલ હસ્તક છે.
ટૂંકમાં આ ઘરદેરાસર સં. ૧૯૬૩ પૂર્વેનું છે.
મણિયાતીપાડો આદેશ્વર (દાંતી કુટુંબનું ઘરદેરાસર) (સં. ૨૦૧૦ પૂર્વે) મણિયાતીપાડામાં અંદરના ભાગે શ્રી આદેશ્વર ભગવાનનું દાંતી કુટુંબના દેરાસરના નામથી ઓળખાતું લાકડાનું ઘરદેરાસર આવેલું છે. ઘર અને તેની અંદરનું દેરાસર અતિ જીર્ણ અવસ્થામાં છે જે કુટુંબ આ ઘરમાં વસવાટ કરતા હતા તેઓ કોઈ હાલ સ્થળ પર હાજર ન હોઈને, અન્ય વ્યક્તિઓ તેની સંભાળ રાખે છે. તેમની પાસેથી મળેલ માહિતી મુજબ આ ઘરદેરાસર આશરે ૬૦૦ વર્ષ જૂનું છે
ઘરદેરાસર સંપૂર્ણ કાષ્ઠકામવાળું છે. ગર્ભદ્વાર, તેની બારસાખ, બહારના થાંભલા – બધું જ લાકડાનું કોતરણીયુક્ત તથા રંગકામ કરેલા છે. અહીં ૯”ની ઊંચાઈ ધરાવતી શ્રી આદેશ્વરની સ્ફટિકની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમા ધાતુના પરિકરમાં છે. આ પરિકર પર સં. ૧૬૮૩નો લેખ છે. તે નીચે મુજબ છે :
“સંવત ૧૬૮૩ વર્ષે પોષ શુક્લ પંચમી શુક્ર શ્રી પત્તન નગર વાસ્તબેન વૃદ્ધશાખાયાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org