________________
પાટણનાં જિનાલયો
પ્રથમ વાર મળે છે. ત્યારબાદ સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક પ્રાપ્ત થાય છે.
૨૦૮
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં ચૌદ આરસપ્રતિમા તથા બાવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં અઢાર આસપ્રતિમા અને પચીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત ચોવીસજિનમાતાનો એક પટ તથા લાકડાનું કોતરકામ સારું હોવાનો ઉલ્લેખ પણ છે. વહીવટ મણિલાલ ગભરૂચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી.
આજે જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી કીર્તિભાઈ અમૃતલાલ શાહ, શ્રી ભગવાનભાઈ કેશવલાલ નગરશેઠ તથા મુંબઈસ્થિત શ્રી પ્રવીણભાઈ સારાભાઈ નગરશેઠ કરે છે.
ટૂંકમાં આ જિનાલય સં ૧૭૭૭ પૂર્વેનું છે.
મણિયાતીપાડો
પદ્મપ્રભુસ્વામી (કાકાજીનું ઘરદેરાસર) (સં. ૧૯૬૩ પૂર્વે)
મણિયાતીપાડામાં આવેલા શ્રી આદેશ્વર ભગવાનના ઘુમ્મટબંધી જિનાલયની બાજુમાં એક જર્જરિત મકાનના પ્રથમ મજલે શ્રી કાકાજીના ઘરદેરાસર તરીકે ઓળખાતું ઘરદેરાસર આવેલું છે.
એક નાની ઓરડીમાં લાકડાની કોતરણીયુક્ત છત્રની રચનામાં કુલ ચાર ધાતુપ્રતિમા છે. ઉપરાંત ધાતુની બે દેવીમૂર્તિ તથા એક ગૌતમસ્વામીની મૂર્તિ છે. મધ્યે મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામીની પ' ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજે છે. મૂળનાયક પ્રતિમા પર સં ૧૬૫૪નો લેખ છે જે નીચે મુજબ છે :
“સં. ૧૬૫૪ માઘ વદી ૧ ૨ૌ દૌ ગપુઆકેન શ્રી પદ્મપ્રભબિંબં કા[રિ]ત શ્રી પૂર્ણિમપક્ષે શ્રી લલિતપ્રભસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ્ શ્રી I’
ઉપરાંત પિત્તળજડિત અન્ય એક ગોખમાં ૯” ઊંચાઈ ધરાવતી કુંથુનાથની સપરિકર ધાતુપ્રતિમા બિરાજે છે. પ્રતિમા તથા પરિકર બન્ને અલગ છે. પરિકરમાં કોઈ લેખ નથી. કુંથુનાથની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org