________________
૨૦૬
પાટણનાં જિનાલયો
મણિયાતીપાડો મહાવીરસ્વામી (સં. ૧૬૧૩ પૂર્વે)
મણિયાતીપાડામાં શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયને ત્રણ પ્રવેશદ્વાર છે. અહીં આરસ પર સામાન્ય કોતરણી કરેલી છે. પ્રવેશદ્વારની બારસાખ પર સુંદર રંગીન કોતરણી છે. ઉપરના ભાગમાં દેવી તથા હાથીની કૃતિ છે. દ્વારની આજુબાજુ જાળીવાળી બે બારીઓ છે. અહીં પણ ઉપરના ભાગમાં દેવી તથા હાથીની રચના છે.
રંગમંડપમાં છત તથા થાંભલા પર પૂતળીઓ છે. બે બાજુ બે ગોખ છે જે પૈકી એકમાં માણિભદ્રવીર તથા અન્ય ગોખમાં આરસની બે ગુરુમૂર્તિઓ છે જે પૈકી એક શ્રી રવિસાગરજી મ. સોડ તથા અન્ય શ્રી વિજયાનંદસૂરિની છે. મૂર્તિ પર અનુક્રમે “સંવત ૧૯૯૮ શ્રાવણ સુદ ૧૦ તિથિ શ્રી વિજયકમલસૂરિ તથા શ્રી નેમિવિજયગણિ દ્વારા પ્રતિષ્ઠિત એવું લખાણ તથા સંત ૧૯૬૦માં પ્રતિષ્ઠિત કરાયેલી તથા ત્યારબાદ સં. ૧૯૮૭ મહા સુદ છઠના રોજ શ્રી કાંતિવિજય મુનિ દ્વારા પુન:પ્રતિષ્ઠા થઈ હોવાનો લેખ છે. જિનાલયમાં અન્ય બે દેવકુલિકામાં મૂળનાયકના લાંછન ભૂંસાઈ ગયેલ હોવાથી નામ જાણી શકાતા નથી. પરંતુ જમણી બાજુની દેવકુલિકામાં મધ્યે બિરાજમાન પ્રતિમાની નીચેના શાશ્વતાદેવી પર “અચ્યુંતાદેવી' – એ મુજબનું લખાણ છે. અહીં ત્રણ આરસપ્રતિમા પૈકી બે રાતા છે. તથા ડાબી બાજુની દેવકુલિકામાં શાશ્વતાદેવીની મૂર્તિ પાસે ઘોડો છે. અહીં ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
ગર્ભદ્વાર એક છે જેની બારસાખ પર સુંદર રંગીન કોતરણી કરેલી છે. ૨૧” ઊંચાઈ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમાલેખ નથી. પ્રતિમાની પાછળ દીવાલમાં અરીસો જડેલ છે. ગભારામાં કુલ ત્રણ આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા છે. ઉપરાંત ધાતુની એક સાધુમૂર્તિ તથા બે દેવીની મૂર્તિ છે. મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ છે. આજુબાજુ બિરાજમાન પ્રતિમાના લાંછન ઘસાઈ ગયા હોવાથી નામ જાણી શકાતા નથી. પરંતુ
અહીં એક વિરલ નવીનતા જોવા મળે છે તે એ છે કે મૂળનાયક ભગવાનના મસ્તકને આવરી લેતું ટોપી જેવું લાગતું ચાંદીનું પત્ર જડેલું છે. અહીં સિદ્ધાયિકાદેવી તથા માતંગયક્ષની આરસમૂર્તિઓ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org