________________
પાટણનાં જિનાલયો
મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
મણીયાટી મહાવીર, મેરુતણી પરે ધીર. ચાલીસ બિંબસું એ, પ્રણમું ભાવસું એ
તીર્થ અનોપમ એહ, મુજ મન અધિક સનેહ. દીઠે ઉપજેએ, સંપદા સંપજે એ
||૮||
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મહાવીરસ્વામી તથા આદેશ્વરનાં જિનાલયો ઉપરાંત સહસ્રકૂટનું એક ઘરદેરાસર વિદ્યમાન હતાં.
||6||
મણીયાટી પાડા માંહિ ભેટીયા વીર જિણંદ. લ
પ્રાસાદ બીજે નીરખીયે, આદિનાથ મુખચંદ. લ ૧૭ પા
દુહા
ચંદ્રભાણ દોસી ગૃહે, સહસકોટ અતિસાર,
ચોમુષ પ્રતિમા ધાતુમય, પ્રણમું એક હજાર. ૧.
Jain Education International
સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં મણીયાતીપાડો વિસ્તાર મરેઠી પાડા તરીકે ઓળખાવી કવિએ આ વિસ્તારમાં ત્રણ જિનાલયો જુહાર્યાની નોંધ કરી છે.
મરેઠી પાડે નીરખીઇં, દેવલિ ત્રણ ઉદાર; સોનીવાડે દોય છે, નિરખાંતાં ભવપાર.
સં ૮
સં ૧૯૫૯માં પં હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં મણ્યાતિપાડામાં બે જિનાલયો તથા સહસ્રકૂટના ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે :
૨૦૫
શ્રી વીર વૈ જિનેશં પ્રથમ જિનપતિ ચાત્ર મણ્યાતિપાડે, કૂટ નામ્ના સહસ્ર વરતરનગર શ્રેષ્ઠિસંનિર્મિત ચ
112911
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મણીઆતી પાડામાં સહસ્રકૂટપાર્શ્વનાથનું ઘરદેરાસર, આદેશ્વર તથા મહાવીરસ્વામીનાં જિનાલયો – એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. ઉપરાંત આ વિસ્તારમાં છ ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. શા હીરાચંદ ગુલાબચંદ, ૨. શા- નગીનદાસ ઉજમચંદ, ૩. શા. જેશીંગભાઈ ત્રિભોવન, ૪. શા. મંગળચંદ લલુભાઈ, ૫. શા વસ્તાચંદ મલુકચંદ અને ૬. કીકાભાઈ લાલચંદ.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મણીઆતી પાડામાં આદેશ્વર, આદેશ્વરનું (દાંતીનું ઘરદેરાસર), સહસ્રકૂટ (નગરશેઠનું ઘરદેરાસર), મહાવીરસ્વામી, આદેશ્વર (કાકાજીનું ઘરદેરાસર) એમ કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હતાં.
For Personal & Private Use Only
આજે પણ મણિયાતીપાડામાં ઉપર્યુક્ત પાંચ જિનાલયો વિદ્યમાન છે જે પૈકી ત્રણ ઘરદેરાસરો છે.
www.jainelibrary.org